Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

મહેસાણામાં નગરપાલિકાની ધીમી કામગીરી યથાવત: મોટાભાગના વરસાદી નિકાલની કેનાલોમાં કચરાના ઢગલા જોવા મળ્યા

મહેસાણા: નગરપાલિકા આગામી જુલાઈ માસમાં ૧૦૦ વર્ષ પુરા કરી રહી છે પરંતુ તેની કામ કરવાની ઢબ હજુ વર્ષો જુની ચાલી રહી છે. ચોમાસાને હવે એક માસનો સમય બાકી છે ત્યારે હજુ શહેરના મોટાભાગના વરસાદી પાણીના નિકાલની કેનાલોમાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે વિપક્ષ આ બાબતે વિરોધ કરતું નથી કે પછી વિરોધ પક્ષના નેતાને વિરોધ કરતા આવડતો નથી ?

શહેરની મુખ્ય બે એવી ગોપીનાળા, ભમરિયા નાળામાં કચરાના ઢગો દેખાઈ રહ્યા છે. આ બે નાળાએ શહેરને જોડે છે. મહેસાણા ૧ અને ૨ આ નાળાથી જ જોડાયેલું છે ત્યારે દર વર્ષે થોડાક વરસાદ બાદ અહીં વાહન વ્યવહાર બંધ થઈ જાય છે. તો પણ તંત્ર સુધરતું નથી. એવી જ રીતે બિલાડીબાગથી માનવઆશ્રમ ચોકડી  ઉપરની કેનાલો પર કચરાના ઢગથી ભરેલી છે. બે વર્ષ પહેલાના ધોધમાર વરસાદે બધું જ ખોરવી નાખ્યું હતું. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા.  દર વર્ષે તકલીફો ભોગવવાનો વારો લોકોને આવે છે. આ બાબતે શાસક પક્ષ ચુપ બેઠું છે પણ વિપક્ષ ભાજપ પણ વિરોધ કરતું નથી. શહેરની મોટાભાગની સમસ્યાઓમાં વિપક્ષ ચુપ બેસી રહેવા  માગે છે. મહેસાણા પાલિકાને ૧૦૦ વર્ષ પુરા થઈ જવા થઈ રહ્યા છે ત્યારે સૌથી વધુ ભાજપે સત્તા ભોગવી છે. વર્ષો બાદ  કોંગ્રેસના હાથમાં સુકાન આવ્યું છે ત્યારે ભાજપે વિરોધ કરવો જોઈએ તેવી લોકોની માંગ છે.

(5:19 pm IST)