Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

અમારી સાથે અન્યાય કરનારાને જનતાનો જડબાતોડ જવાબ :વડાપ્રધાન મોદીને શુભકામના: અલ્પેશ ઠાકોર

ટૂંકસમયમાં ઠાકોર સેનાની કાર્યકરણીની બેઠક માં આગામી રણનીતિ નક્કી કરીશું

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થતા ભાજપનો ભવ્ય વિજય થયો છે ત્યારે અનેક નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે તેવામાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર રાધનપુરના ધારાસભ્યં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે અમારી સાથે અન્યાય કરનારાઓને આ જડબાતોડ જવાબ છે. સાથે હું વડાપ્રધાન મોદીને શુભકામના પાઠવું છું.

  અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે  ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીએ મારું અપમાન કર્યું છે, જેનો જવાબ મારી રાધનપુરની જનતાએ જડબાતોડ જવાબ આપ્યો છે. વધુમાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે ટૂંક સમયમાં અમારી ઠાકોર સેનાની કાર્યકરણીની બેઠક મળશે જેમાં અમારી આગામી રણનીતિ નક્કી કરીશું.

(3:16 pm IST)