Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ગુજરાત એટીએસને વધુ એક સફળતા : જયંતી ભાનુશાળી હત્યા કેસમાં આરોપી રજુ ધોત્રેને પુનાથી દબોચી લેવાયો

અમદાવાદ :ગુજરાતના બહુ ચર્ચીત જયંતી ભાનુશાળી હત્યા કેસમાં ગુજરાત એટીએસને વધુ એક સફળતા મળી છે. ગુજરાત ATSએ રાજુ ધોત્રે નામના વધુ એક આરોપીની ધરપકડ કરી છે. એટીએસે રાજુ ધોત્રેને પુના ખાતેથી ઝડપી પાડ્યો છે

  . આ હત્યા કેસમાં રાજુ ધોત્રે ગેંગનો સભ્ય હોવાનું હાલમાં સામે આવ્યુ છે. નોંધનીય છેકે જ્યંતિ ભાનુશાળી હત્યા કેસમાં અત્યાર સુધીમાં રાજુ ધોત્રે સહીત કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

 અત્રે ઉલ્લેખનીય છે કે  આ હત્યા કેસમાં છબીલ પટેલની પહેલા જ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. હજુ પણ આ કેસના અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

(12:42 pm IST)