Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ગુજરાતમાં ભાજપનો 'વટ' અકબંધ : તમામ ર૬ બેઠકો જાળવી

મોદી-શાહના હોમ સ્ટેટમાં સતત બીજી વખત તમામ બેઠકો જીતી ઇતિહાસ સર્જતી કેસરિયા બ્રિગેડ : ધારાસભામાં ૭૭ બેઠકો મેળવનાર કોંગ્રેસનું લોકસભાની ચૂંટણીમાં ધોવાણ : ભાજપમાં વિજયોત્સવ

રાજકોટઃ તા.૨૩, આજે લોકસભાની ચુંટણીનું પરીણામ આવવાનું શરૂ થતા ૨ વાગ્યાની સ્થિતિએ રાજયની તમામ ૨૬ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજયકુંચ  કરી રહયા નું  જાણવા મળે છે. ૨૦૧૪માં ભાજપને તમામ ૨૬ બેઠકો મળેલ. આ વખતે પણ  તમામ ૨૬ બેઠકો જાળવીને  ભાજપે  ઇતિહાસ સર્જયો છે. ૨૬ બેઠકો જીતીને ભાજપ   ગુજરાત વધુ એક વખત ભાજપનો ગઢ બની રહયો છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ધોવાણ થઇ ગયું છે.

 રાજકોટમાં મોહનભાઇ કુંડારીયા અઢી લાખથી વધુ મતથી આગળ નીકળી ગયા છે. ગાંધીનગરમાં અમિતભાઇ શાહની સરસાઇ પાંચ લાખ મતથી વધી ગઇ છે. તેઓ એકધારા આગળ વધી રહયા છે. છોટા ઉદેપુરથી ગીતાબેન રાઠવા ૧.૩૩ લાખ મતથી આગળ ભાજપના મોટા ભાગના ઉમેદવારો ૩૦ હજારના વધુ મતની સરસાઇ ધરાવે છે.

ગુજરાત નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહની હોમપીચ છે. એના પરીણામની દેશભરમાં નોંધ લેવાય છે. વિધાનસભામાં ૭૭ બેઠકો મેળવાનાર લોકસભાની ચુંટણીમાં સફાયા તરફ છે. ભાજપના ઉમેદવારોની વિજયકુંચ જળવાઇ રહી છે. 

કોંગ્રેસના ભાગે એક પણ બેઠક આવશે નહિ. ૧૦ બેઠકોમાં ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થઇ ગયા છે. બાકીની બેઠકોમાં જંગી સરસાઇ સાથે વિજયકુંચ આગળ વધી રહી છે.  સાંજ સુધીમાં તમામ ૨૬ બેઠકોમાં ભાજપ સતાવાર રીતે વિજેતા જાહેર થાય તેવા નિર્દેશ છે.

ગુજરાતમાં સંપૂર્ણ ચિત્ર

અમદાવાદ, તા. ૨૩ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના તમામ પરિણામ જાહેર થઇ ચુક્યા છે. ગુજરાતનું ચિત્ર નીચે મુજબ રહ્યું હતું.

ગુજરાતમાં કુલ સીટ........................................ ૨૬

પરિણામ જાહેર................................................ ૨૬

ભાજપને સીટો મળી......................................... ૨૬

કોંગ્રેસને સીટો મળી     ૦૦

(8:25 pm IST)