Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

અમદાવાદના જુહાપુરાની 19 વર્ષીય યુવતીને HIVગ્રસ્ત યુવકે પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી

યુવકના મિત્રએ પણ ખાવામાં નશીલો પ્રદાર્થ મેળવી બેભાન કરીને દુષ્કર્મ આચર્યું

 

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી પર HIVગ્રસ્ત યુવકે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાની ફરિયાદ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાનું વચન આપી હોટલમાં તેમજ અન્ય જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું.

 આરોપી યુવકના મિત્રએ પણ ખાવામાં નશીલો પદાર્થ મેળવી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી યુવક પોતે HIVગ્રસ્ત હોવાનું જાણવા છતા યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભ પડાવી દેવા ધમકી આપી હતી.

  અંગેની વિગત મુજબ મૂળ ઇસનપુરની અને હાલમાં જુહાપુરામાં રહેતી 19 વર્ષીય યુવતીને ઇસનપુરના રહેવાસી નિકુંજવાળા સાથે મિત્રતા થઇ હતી. નિકુંજે યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. નિકુંજ યુવતીને જૂન 2018થી રખીયાલ ખાતે આવેલી હોટલ તેમજ ઇસનપુર અને અમરાઇવાળીના મકાનમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું અને તેને ગર્ભવતી બનાવી હતી

  . બાદમાં નિકુંજના મિત્ર પ્રકાશ બોદાણાએ ઇસનપુરમાં આવેલા મકાનમાં ખાવામાં નશીલો પદાર્થ ભેળવી યુવતીને બેભાન કરી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી નિકુંજે પોતે HIV હોવાનું યુવતીને જણાવ્યુ હતું. આરોપી નિકુંજ વાળા તેના મિત્ર પ્રકાશ અને વર્ષા નિકુંજ વાળાએ યુવતીને ગર્ભ પડાવી દેવા ધમકી આપી હતી. મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

(12:17 am IST)