Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

બનાસકાંઠાના ભાભરમાં સોની વેપારી પાસેથી ગઠિયાએ નજર સેરવી 19 લાખના દાગીના તફડાવ્યા

બનાસકાંઠા:ના ભાભરમાં એક સોની વેપારી પાસે થી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ભરેલી બેગની ફિલ્મી ઢબે લૂંટ થતા ચકચાર મચી જવા પામી છે. વૃધ્ધ વેપારી સાંજે જ્વેલર્સની દુકાન વધાવીને દાગીના ભરેલી બેગ લઇ ઘરે જતા હતા ત્યારે ભર બજારમાં અજાણ્યા બે બાઇક સવારો દ્વારા ધૂમ સ્ટાઇલે વેપારી પાસેથી દાગીના ભરેલ બેગની લૂંટ કરવામાં આવી હતી. આં લૂંટના બનાવ માં વેપારી ના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૃ.૧૯.૨૫લાખની લૂંટ થતાં પોલીસ દોડતી થઇ ગઇ છે અને ગણતરીના કલાકોમાં લૂંટારૃઓને ઝડપી પાડી લૂંટનો ભેદ ઉકેલી દિધો હતો.

ભારભરના સોની બજારમાં ઠક્કર જ્વેલર્સનામની સોના-ચાંદી ના દાગીના ની દુકાન ધરાવતા વેપારી સગાળચંદ ધારસીભાઇ ઠક્કર ઉ.વ.૭૦જે રવિવારે સાંજે ૭.૩૦ વાગ્યાની આસપાસ પોતાની દુકાન વધાવીને દુકાનમાં રહેલ દાગીના મંગળસૂત્ર,બુટ્ટી, લોકેટ,ડોડી,ચેઇન,ઝુમ્મર,ખોખરું મળીને રૃ.૧૮.૨૫ લાખના ૭૩ તોલા સોનાના દાગીના અને રૃ.૨૦ હજારની કિંમતના ૫૦૦ ગ્રામ ચાંદીના દાગીના તેમજ ૮૦ હજાર રોકડ રકમ બેગમાં ભરી ચાલતા ચાલતા પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા.

(5:39 pm IST)