Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ટેન્કર પલ્ટી ખાતાં સીંગતેલની નદીઓ વહી, લોકોમાં પડાપડી

તાપી તા ૨૩ : તાપી નેશનલ હાઇવે નંબર પ૩ પર ઉચ્છલના ભડભુજા ગામ પાસે ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કાચું સીંગતેલ રસ્તા પર ઢોળાઇ ગયું  હતું. આ જોતા આસપાસના ગામલોકો તેલ ભરીભરીને પોતાને ઘેર લઇ ગયા હતા. આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નથી.

આ મામલે મળતી માહીતી પ્રમાણે તાપી નેશનલ હાઇવે પાસે આવેલા ઉચ્છલ ગામ પાસે કાચા સીંગતેલથી ભરેલું ટેન્કર પલ્ટી ખાઇ ગયું  હતું. જેના કારણે રસ્તા પર કાચા સીંગતેલની નદીઓ વહેતી હોય  તેવુ દ્રશ્ય સર્જાયું હતું. આ ઢોળાતા તેલને લેવા માટે, સ્થાનિકોની પડાપડી થઇ હતી. લોકો વાસણો ભરીભરીને સીંગતેલ લઇ જતા હતા. આ અકસ્માતને કારણે રસ્તા પર થોડક ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો. જોકે સદ્નસીબે આ અકસ્માતમાં કોઇને પણ જાનહાની થઇ નથી. ટેન્કરના ડ્રાઇવર અને કલીનરને પણ કોઇ હનિ થઇ નથી.

(12:00 pm IST)