Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

કાયમી કરવાની માંગ સાથે બનાસકાંઠાની દાંતા કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓના પ્રતીક ઉપવાસ

ફોટોઃ

બનાસકાંઠાઃ બનાસકાંઠાની દાંતા કૃષિ યુનિવર્સિટીના વર્ગ ચારના કર્મચારીઓ તેમની વિવિધ માંગણીઓના મુદ્દે ધરણા પર બેસી ગયા છે. જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી પ્રતીક ઉપવાસ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે વર્ગ ચારના કેટલાય કર્મચારીઓ છેલ્લા 30 વર્ષથી નોકરી કરે છે. પરંતુ તેઓને હજુ સુધી કાયમી કરવામાં આવ્યા નથી. 

આ કર્મચારીઓએ અત્યાર સુધી અનેકવાર યુનિવર્સિટીથી લઈ ગાંધીનગર સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. તેમ છતા કોઇ નિવેડો નથી આવ્યો. જેથી કર્મચારીઓ ધરણા પર ઉતર્યા છે.

(8:03 pm IST)