Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ગાંધીનગરમાં અમરેલી એસપી જગદીશ પટેલની પૂછપરછ ચાલુઃ નલીન કોટડીયાની પૂછપરછની શકયતા

 ગાંધીનગર- બિટકોઇન કેસમાં આગળ વધી રહેલી તપાસનો રેલો મોટા માથાં સુધી પહોંચી રહ્યો છે. અમરેલીને એસપી જગદીશ પટેલની આ મામલામાં અટકાયત કરી ગાંધીનગર ઊંચકી લવાતાં પોલિસબેડામાં ખળભળાટ મચ્યો છે ત્યાં તેમની પૂછપરછ દરમિયાન વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ થઇ શકે તેમ છે. જેમાં નલીન કોટડીયાની પૂછપરછ થવા તરફ તપાસ આગળ વધી રહી છે. એસપી જગદીશ પટેલની વિરુદ્ઘમાં ક્રાઇમ બ્રાન્ચને પુરાવા મળ્યાં છે. ૨૦૦૯થી લઇને અત્યાર સુધીમાં કરાયેલા બિટકોઇન ખરીદ-વેચાણના પુરાવા ૧૫૦ જીબી ડેટા નેટ ખંખોળીને શોધવામાં આવ્યાં છે. ત્યારે પુરાવાના આધારે સીઆઈડી ક્રાઇમ દ્વારા એસપી જગદીશ પટેલની ધરપકડના ભણકારા વાગી રહ્યાંનું જાણકારો કહી રહયા છે. .

ગાંધીનગરમાં તેમની સામે પીઆઈ અનંત પટેલને બેસાડીને પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ રજિસ્ટરમાં પણ સીઆઈડી ક્રાઈમમાં નોંધ કરી છે કે એસપી જગદીશ પટેલને પૂછપરછ માટે લઈ જવાયા છે. આ કેસમાં અત્યાર સુધી અમુક લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ કેસમાં સીઆઈડી ક્રાઈમે અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ અનંત પટેલ સહિત ૧૦ પોલીસ કર્મચારીઓ સહિત સૂરતના વકીલની ધરપકડ કરી હતી. (૪૦.૯)

(3:43 pm IST)