Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણની કોંગ્રેસમાં ઘર વાપસી :કહ્યું હવે ભૂલ સમજાઈ ગઈ

વર્ષ 2017માં કોંગ્રેસે ટિકિટ ન આપતાં પાર્ટી સાથે છેડો ફાડી NCPમાં જોડાઇ ગયા હતા

વડોદરા જિલ્લાના સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાણસિંહ ચૌહાણ ફરી કોંગ્રસમાં જોડાયા છે. ખુમાણસિંહ 2017માં કોંગ્રેસ સાથે છેડો ફાડી NCPમાં જોડાયા હતા. જો કે ફરી વર્ષ 2019માં તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા છે. અમદાવાદ ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેઓએ સ્વાગત કરી પત્રકાર પરિષદ યોજી હતી.

  કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ખુમાણસિંહ ચૌહાણ કોંગ્રેસમાં પાછા ફર્યા છે. વર્ષ 2017માં કોંગ્રેસે ટિકિટ ન આપતાં ખાટું ગંધાયું અને પાર્ટી સાથે છેડો ફાડી NCPમાં જોડાઇ ગયા હતા.

અમદાવાદમાં ફરી કોંગ્રેસમાં જોડાયા બાદ ખુમાણસિંહે જણાવ્યું કે ઘર વાપસી કરીને આનંદ થયો. 2017માં છાતી પર પથ્થર રાખી કોંગ્રેસ છોડી હતી, હવે ભૂલ સમજાય ગઇ છે. હું ભાજપની લાલચમાં આવ્યો ન હતો, બસ થોડું મનદુઃખ થતા નારાજ થયો હતો. દેશમાં લોકશાહી ખતરામાં છે

(7:44 pm IST)