Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

માંગરોળના કોસાડીમાં રિક્ષામાં ગાયના માસની હેરાફેરી કરનાર બે ઈસમો રંગે હાથે ઝડપાયા

માંગરોળ: તાલુકાનાં કોસાડી ગામનો રસીદ ભીખુ, રીક્ષામાં ગાયનાં જુદા જુદા રંગનાં ચામડા લઈ જતો કોસાડી ચોક્ડી પાસેથી પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે ૪૩,પ૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપાયેલા રસીદની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

માંગરોળ તાલુકાનાં કોસાડી ગામે રહેતો રસીદ મહમદ ભીખુ, પોતાની રીક્ષા (નંબર જીજે-૧૬-વાય-૫૬૯૩)માં ગેરકાયદેસર રીતે ગાયનાં જુદા જુદા સાત ચામડા લઈને માંગરોળથી કોસંબા જતા માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો છે. તેવી પોલીસને બાતમી મળી હતી. બાતમીનાં આધારે તે કોસંબા ચોક્ડી પાસે આવેલ બેતાલીસ ગાળા ફળિયામાં રહેતો સલીમ અહમદ ભીખુ અને અનવર મહમદ ભીખુનાં ઘરેથી લાવ્યો હતો. 

(5:46 pm IST)