Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

સુરતમાં હોલીકા દહનમાં 500 સ્થળોએ રસ્તાઓ પીગળ્યા ! : ઇજનરોને શો કોઝ નોટિસ ફટકારાશે

રસ્તો કરવર કર્યા વગર હોળી પ્રગટાવતા ઠેક ઠેકાણે ડામરના રસ્તા ખરાબ

સુરત ;હોળીના પર્વે રાત્રે લોકોએ રોડ અને રસ્તાઓ ઉપર હોલિકા પ્રગટાવીને તહેવારની ઉજવણી કરી હતી આ દિવસે સુરતમાં 800 કરતા વધારે જગ્યા ઉપર હોળી પ્રગટાવી હતી હોળી પ્રગટાવતી વખતે પૂરતી તકેદારી નહીં લેવાતા 500 કરતા વધારે જગ્યા ઉપર ડામરના રસ્તા ખરાબ થઇ ગયા છે. મ્યુ.કમિશનરે ડામરના રસ્તા ખરાબ થવા બદલ સાત ઝોનના રસ્તા વિભાગના ઇજનેરોને શો કોઝ નોટિંસ ફટકારવા આદેશ આપ્યો હતો

 

   પાલિકાએ હોળી પ્રગટાવવા માટે ડામરના રસ્તા ઉપર ઇંટ કે અન્ય ચીજવસ્તુઓ મૂકવા અપીલ કરી હતી. આ ઉપરાંત દરેક ઝોનના ઇજનેરોને હોળી પ્રગટાવવાના સ્થળે રેતી કે માટી પાથરી ડામરનો ભાગ રેતી કે માટી પાથરી કવર કરી આપવા સૂચના આપવામાં આવી હતી.
    જોકે મોટા ભાગના સ્થળે ઝોન દ્વારા કોઇ તકેદારી લેવાઇ ન્હોતી. લોકો હોળી કઇ જગ્યા ઉપર પ્રગટાવવાના છે. એ જાણવા માટે દરેક જગ્યાએ જઇને લોકોને મળીને જગ્યા અંગે પૂછવું પડે. પાલિકા પાસે ઝોનમાં એટલો સ્ટાફ હોતો નથી કે શહેરમાં 700-800 જગ્યાએ એક કે બે દિવસમાં ફરીને હોળી પ્રગટાવવાનું સ્થળ શોધી રેતી કે માટી પાથરી ડામરનો રસ્તો કરવર કરી શકે. શહેરીજનોએ ડામરનો રસ્તો કરવર કર્યા વગર હોળી પ્રગટાવતા ઠેક ઠેકાણે ડામરના રસ્તા ખરાબ થઇ ગયા છે.

(2:37 pm IST)