Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

સુરત ડીંડોલી પોલીસ અને મહિલા બુટલેગર વીડિયો મામલો બે પોલીસ કર્મચારી સસ્પેન્ડ

બે પોલીસ કર્મચારીઓનો મહિલા સાથે અભદ્ર વર્તનનો વિડીયો વાયરલ થયો હતો

સુરતના ડીંડોલી વિસ્તારમાં તાજેતરમાં બે પોલીસ કર્મચારીઓનો મહિલા સાથે અભદ્ર વર્તનનો વિડીયો વાયરલ થતા પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા. આખરે તપાસ બાદ બંન્ને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

 આ અંગેની વિગત મુજબ સુરતના ડીંડોલી વિસ્તારમાં મહિલા બુટલેગર અને ડીંડોલી પોલીસ કર્મચારીઓનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં બુટલેગર અને પોલીસ કર્મચારી વચ્ચે હાથાપાઇ થઇ હતી

  .આ વિડિયોમાં બુટલેગરે નિવેદન આપ્યું હતું કે,પૈસા લઈ જાય છે તેમ છતાં શા માટે મારે છે.તો પોલીસ કર્મચારી દ્વારા મહિલાઓને પણ ગંદી ગાળો ભાંડવામાં આવી હતી. આ વિડ્યો પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચતા તેની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં આખરે તપાસ બાદ દિવ્યપાલ રાજેન્દ્રસિંહ અને નિત ઘનશ્યામભાઈ નામના બંન્નેવ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે આ પોલિસ કર્મીઓને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

(2:23 pm IST)