Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

મહેસાણામાં 9 કરોડના ખર્ચે અત્યાધુનિક ક્રિકેટ સ્ટેડિયમ બનાવશે

મહેસાણામાં મ્યૂનિસિપલ ગ્રાઉન્ડનો વિકાસ કરાશે :તમામ સુવિધા સજ્જ સ્ટેડિયમનું નિર્માણ થશે

 

મહેસાણા :મહેસાણામાં મ્યૂનિસિપલ ગ્રાઉન્ડનો વિકાસ કરીને ત્યાં એક અત્યાધુનિક ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે. 9 કરોડના ખર્ચે તૈયાર થનારા ગ્રાઉન્ડમાં તમામ સુવિધા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

   ઉત્તર ગુજરાતનું પ્રથમ ક્રિકેટ સ્ટેડિયમ મહેસાણામાં બનશે. અંગે જાહેરાતમાં જણાવવામાં આવ્યું કે સ્ટેડિયમ બનાવવા માટે 9 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં પાંચ કરોડ રૂપિયા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી લેવામાં આવશે, તથા બાકીના ચાર કરોડ રૂપિયા 14માં નાણાં પંચમાંથી લેવામાં આવશે

સ્ટેડિયમ મહેસાણામાં સ્થિત મ્યુનિસિપ ગ્રાઉન્ડ ખાતે બનાવવામાં આવશે જેમાં ક્રિકેટ, હોકી, વોલીબોલ, ફૂટબોલ, બાસ્કેટ બોલ, હેન્ડ બોલ અને ટેનિસ કોર્ટ રમત રમાઇ શકે તે માટે બનાવવામાં આવશે, સિવાય ક્રિકેટ સ્ટેડિયમમાં સ્ટડ લાઇટો હશે, તથા 3 હજાર પ્રેક્ષકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સ્ટેડિયમમાં રણજી કક્ષાની મેચ રમાઇ શકે તે પ્રકારે આંતરરાષ્ટ્રીય પ્રકારનું સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવશે. તમામ વસ્તુ 24 હજાર સ્કેવેર ફૂટ એરિયામાં તૈયાર કરવામાં આવશે.

(9:55 pm IST)