Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ખંભાતમાં વરઘોડામાં ડીજે વગાડવા બાબતે થયેલ ઝઘડામાં બે જૂથ સામસામે આવ્યા

ખંભાત: શહેરની સબજેલ પાસે ગઈકાલે રાત્રીના સુમારે અગાઉ વરઘોડામાં ડીજે વગાડવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં બે જૂથો સામસામે આવી જવા પામ્યા હતા અને ભારે પથ્થરમારો કરી મૂકતાં તંગદીલીભર્યું વાતાવરણ છવાઈ જવા પામ્યું હતુ. ત્યારબાદ એક બાઈક સવારને મુસ્લિમોના ટોળાએ માર મારતાં તેને ખંભાતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે બે જૂથો આમને સામને આવી જવા પામ્યા હતા અને ભારે પથ્થરમારો કરી મૂક્યો હતો. ઘટનાની જાણ થતાં જ ખંભાત શહેર પોલીસ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને ટોળાને વિખેરી નાંખ્યા હતા. દરમ્યાન માછીપુરા ખાતે રહેતા ભરતભાઈ ઉર્ફે ગાંધી જશવંતભાઈ ખલાસી પોતાના ભત્રીજાને લેવા માટે બાઈક લઈને જતા સબજેલ પાસે સરફરાજ પતંગવાળો, બબલુ, અજીત રાજા, મોઈન બદ્રુ, વસીમ, મોહસીન મલેક સહિત ૧૦૦થી વધુ માણસો હાથમાં લાકડાના ડંડા તથા લોખંડની પાઈપો લઈને ઊભા હતા. તેઓએ ભરતભાઈને રોકીને આજે તો પુરા જ કરી નાંખો તેમ જણાવીને તૂટી પડ્યા હતા. સરફરાજે પોતાની પાસેનો લાકડાનો ડંડો હાથના કાંડા ઉપર મારી દેતાં ફેક્ચર થઈ જવા પામ્યું હતુ. જ્યારે મોઈને તેની પાસેની લોખંડની પાઈપ પગમાં મારી દીધી હતી. અન્ય શખ્સોએ લાકડીઓથી માર માર્યો હતો. 

(5:56 pm IST)