Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ડીસામાં નકલી ઘી નો વેપલો ચલાવનાર દુકાનમાં આરોગ્ય ટીમના દરોડા: 10 લાખથી વધુનો જથ્થો ઝડપાયો

ડીસા:રાજ્યમાં નકલી અને આરોગ્ય સાથે ચેડાં કરી ઘીના વેચાણ કરતા વેપારીઓની દુકાનમાંથી સેમ્પલ લઈ ચકાસણી અર્થે મોકલવા મેગા રેડનું રાજ્ય વ્યાપી રેડના પગલે બનાસકાંઠા ફૂડ વિભાગે ડીસામાં ત્રણ ગોડાઉનમાં તપાસ કરી ચાર ઘીના બ્રાન્ડના સેમ્પલ લઈ રૃ.10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.

બનાસકાંઠાનુ ડીસાએ સમગ્ર રાજ્યમાં ડુપ્લીકેટના નામે કુખ્યાત બન્યું છે. જેમાં ઘી, તેલ, મરચું, હળદર સહિતની અનેક ખાદ્યચીજોની બનાવટ અને ભેળસેળની પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે. અવાર-નવાર આવો શંકાસ્પદ ઘી-તેલનો ઝડપાયો હોવાછતાં આજદિન સુધી આવી ભેળસેળની પ્રવૃત્તિ કરતા તત્વોને ડામવા ફૂડ વિભાગ નિષ્ફળ રહ્યું છે ત્યારે આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ગાંધીનગરના આદેશથી રાજ્યભરમાં જુદી જુદી જગ્યાએ ઘણી ફેક્ટરીઓ અને ગોડાઉનમાં એક સાથે તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

 

(5:55 pm IST)