Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

વડોદરાના કરોડિયામાં મકાનમાંથી પોલીસે 5.39 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

વડોદરા:કરોડિયા ગામ લક્ષ્મીનગરના એક મકાનમાંથી જવાહરનગર પોલીસે ૫.૩૯ લાખ રૃપિયાનો વિદેશી દારૃ ઝડપી પાડયો છે. પોલીસે દારૃની હેરાફેરીની તપાસ માટે પકડાયેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે, લક્ષ્મીનગરના  એક મકાનમાં રણજીત ચૌહાણ નામના વ્યક્તિએ વિદેશી દારૃનો જથ્થો ઉતાર્યો  હોવાની માહિતી હેડકોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહને મળી હતી. જેના આધારે ઉપરોક્ત સ્થળે રેઈડ પાડી હતી. આરોપીઓ  કાર અને એકટીવાની મદદથી દારૃની સગેવગે કરવાનો પ્રયાસ કરતા હતા. પોલીસે ત્રણ આરોપીઓ ૧. રણજીતસિંહ ભીખુસિંહ ચૌહાણ (રહે. દ્વારકેશ રેસીડેન્સી કરોડિયા ગામ) (૨) સંજય રમણભાઈ વસાવા (રહે. દિપજયોત ટેનામેન્ટ કરોડિયા રોડ)  અને ૩. મહેશ પ્રભાતભાઈ પરમાર (રહે.કૃષ્ણનગર-૨ કરોડીયા રોડ)ની ધરપકડ કરી હતી.  પોલીસે વિદેશી દારૃની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળીને કુલ રૃપિયા ૫.૩૯ લાખનો દારૃ જપ્ત કર્યો છે. પોલીસે દારૃ ઉપરાંત કાર એકટીવા ત્રણ મોબાઈલ ફોન મળીને કુલ રૃપિયા ૬.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 

 

 

(5:50 pm IST)