Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

હીરામણિ શાળાના ૫૭૨ વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે ડંકો વગડાવ્યોઃ પરિમલ નથવાણીના હસ્તે સન્માન

હીરામણિ સંકુલે ૩૮૫૦ વિદ્યાર્થીઓ સાથે ગુજરાતમાં આગવી ઓળખ ઉભી કરીઃ નરહરિ અમીન

અમદાવાદના હીરામણિ શિક્ષણ સંકુલના વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા સાંસદ શ્રી પરિમલ નથવાણીની હાજરીમાં તેમનો સન્માન સમારંભ યોજાયેલ. આ પ્રસંગે સંસ્થાના અગ્રણીઓ નરહરિ અમીન, નીતાબેન અમીન, પંકજ દેસાઈ, પંકજ ઠાકોર, ડો. ચંદ્રકાન્ત મહેતા, રાજકુમાર ગુપ્તા, પ્રવીણભાઈ અમીન, હર્ષદ પટેલ વગેરે ઉપસ્થિત રહેલ. ઉપરોકત તસ્વીર મહાનુભાવો સાથે બાળ પ્રતિભાઓની છે.

અમદાવાદ, તા. ૨૩ :. હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી) માધ્યમના વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ સમારોહ શ્રી પરિમલભાઈ નથવાણી (ગ્રુપ પ્રેસિડેન્ટ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઉપપ્રમુખ-ગુજરાત ક્રિકેટ એસોસીએશન, રાજ્યસભાના સભ્ય)ના મુખ્ય મહેમાન પદે તેમજ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીનના હસ્તે ઈનામ વિતરણ સમારોહ યોજાયો. આ ઈનામ વિતરણ સમારોહમાં ફુટબોલ, ક્રિકેટ, ખો-ખો, વુશુ, કરાટે, સોફટ ટેનિશ, ચિત્રકામ, સિલમ્બમ, સિમ્બો, ટેકવોન્ડોમાં વિશિષ્ટ સિદ્ધિઓ મેળવવા બદલ ૫૭૨ વિદ્યાર્થીઓને ૭૩૪ ઈનામો શાળા દ્વારા આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખશ્રી નીતાબેન અમીને બુક અને રૂમાલથી, સંસ્થાના ટ્રેઝરર શ્રી પંકજભાઈ ઠાકોરે સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યુ તથા ટ્રસ્ટીશ્રી ડો. ચંદ્રકાન્ત મહેતાએ શાલ ઓઢાડી મુખ્ય મહેમાન શ્રી પરિમલભાઈ નથવાણીનું અભિવાદન કર્યુ હતું.

મુખ્ય મહેમાન શ્રી પરિમલભાઈ નથવાણીએ જણાવ્યુ હતુ કે આજે હીરામણિ સ્કૂલ કેમ્પસમાં આવીને મને ખૂબ આનંદ થયો છે. શિક્ષણ સાથે-સાથે રમત-ગમતની પ્રવૃતિ પણ વિદ્યાર્થી જીવનમાં જરૂરી છે. શ્રી નરહરિભાઈની દીર્ઘદ્રષ્ટિથી હીરામણિ સ્કૂલે સમગ્ર ગુજરાતમાં નામના મેળવી છે.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે આજે હીરામણિ સ્કૂલ ૩૮૫૦ વિદ્યાર્થીઓ સાથે ગુજરાત રાજ્યમાં પોતાની આગવી ઓળખ ઉભી કરેલ છે. આજના મુખ્ય મહેમાન પરિમલભાઈ નથવાણી ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ મહાનુભાવ હોવા ઉપરાંત ક્રિકેટ સાથે સંકળાયેલા છે. હીરામણિ સંસ્થાના વિકાસમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાનો અમૂલ્ય ફાળો વખતોવખત આપેલ છે જેનો મને આનંદ છે. આજના પ્રસંગે મુખ્ય મહેમાન પરિમલભાઈ નથવાણી દ્વારા જનસહાયક ટ્રસ્ટને રૂ. ૧૧ લાખની રકમનું અનુદાન રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મળેલ છે, જનસહાયક ટ્રસ્ટ સંચાલીત હીરામણિ સ્ટાફ કો.ઓ. ક્રેડિટ સોસાયટીના સભ્યોના મેડિકલ સહાય ફંડ માટે જનસહાયક ટ્રસ્ટે પરિમલભાઈ નથવાણીના હસ્તે હીરામણિ સ્ટાફ કો.ઓ. ક્રેડિટ સોસાયટીનાં ચેરમેનને ચેક અર્પણ કર્યો.

આ વર્ષે ધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ, અમદાવાદ (સી.બી.સી.એ.) દ્વારા આયોજીત ક્રિકેટ મેચોમાં હીરામણિ સ્કૂલની ટીમે મેળવેલ સિદ્ધિઓ નીચે પ્રમાણે છે.

(૧) એચ.સી. કપાસી કપ (અન્ડર-૧૪) ટૂર્નામેન્ટમાં રનર્સઅપ બનવા બદલ હીરામણિ સ્કૂલ દ્વારા રૂ. ૫,૧૦૦ રોકડ પુરસ્કાર તેમજ તમામ ખેલાડીઓને હીરામણિ સ્કૂલ તરફથી ઈનામ આપવામાં આવ્યાં. (૨) રીલાયન્સ ફાઉન્ડેશન ઈન્ટર સ્કૂલ ટૂર્નામેન્ટ (અન્ડર-૧૬, ૮૦-૮૦ ઓવર)માં ચેમ્પિયન બનવા બદલ હીરામણિ સ્કૂલ દ્વારા રૂ. ૧૧,૦૦૦નો રોકડ પુરસ્કાર તેમજ તમામ ખેલાડીઓને હીરામણિ સ્કૂલ તરફથી ઈનામ આપવામાં આવ્યાં. (૩) ધીરૂભાઈ અંબાણી સ્કૂલ ટૂર્નામેન્ટ (અન્ડર-૧૬, મલ્ટી-ડે)માં ચેમ્પિયન બનવા બદલ હીરામણિ સ્કૂલ દ્વારા રૂ. ૧૧,૦૦૦નો રોકડ પુરસ્કાર તેમજ તમામ ખેલાડીઓને હીરામણિ સ્કૂલ તરફથી ઈનામ આપવામાં આવ્યાં. (૪) દિવાન બલ્લુભાઈ કપ સ્કૂલ ટૂર્નામેન્ટ (અન્ડર-૧૯, મલ્ટી-ડે)માં ચેમ્પિયન બનવા બદલ હીરામણિ સ્કૂલ દ્વારા રૂ. ૧૧,૦૦૦નો રોકડ પુરસ્કાર તેમજ તમામ ખેલાડીઓને હીરામણિ સ્કૂલ તરફથી ઈનામ આપવામાં આવ્યાં.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજીત ખેલે ગુજરાત ફુટબોલ ટીમના હીરામણિ સ્કૂલના બન્ને માધ્યમના વિદ્યાર્થીઓની સિદ્ધિઓ  છે. વિજેતાઓને હીરામણિ તરફથી રોકડ પુરસ્કાર અપાયા હતા.

(૧) ખેલે ગુજરાત ફુટબોલ લીગમાં હીરામણિ સ્કૂલની ફુટબોલની ટીમ ગુજરાત રાજ્યમાં ચેમ્પિયન બનતા રૂ. ૫,૦૦,૦૦૦ (પાંચ લાખ)નો પુરસ્કાર મેળવેલ છે. (૨) ખેલે ગુજરાત ફુટબોલ લીગ વર્ષ ૨૦૧૭-૧૮ નોર્થ ગુજરાત ઝોન લેવલમાં રનર્સઅપ થતા રૂપિયા ૭૫,૦૦૦ (પંચોતેર હજાર)નો રોકડ પુરસ્કાર મેળવેલ છે. ટીમના ખેલાડીઓને હીરામણિ સ્કૂલ તરફથી રોકડ પુરસ્કાર તેમજ ઈનામ આપવામાં આવ્યાં. (૩) રીલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોટર્સ દ્વારા અન્ડર-૧૬ની યોજાયેલ ફુટબોલ ટૂર્નામેન્ટમા હીરામણિની ફુટબોલ ટીમ વિજેતા થતા રૂ. ૨૫,૦૦૦ (પચ્ચીસ હજાર)નો રોકડ પુરસ્કાર મેળવેલ છે.

હીરામણિ સંકુલના દેવ જોશીને રાષ્ટ્રપતિના હસ્તે પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. ઉપરાંત જુદા જુદા ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં ઈનામ આપી સન્માનિત કરવામાં આવેલ. જેમાં વંદન શુકલ, આત્મન ઓઝા, નંદ પટેલ, તમન્ના ઠાકોર, જુહી કોટક, શ્લોક પટેલ, શ્રેયા રાવલ, વૈભવી પંડીત, ભૂમિ રાજપૂત, દિવ્ય પટેલ, પ્રત્યુષ ચાવડા, રૂપીન વડોદરીયા, શિવમ્ યાદવ, યોગેન્દ્રસિંહ ચૌહાણ, પ્રશાંત પરિહાર, રવિરાજ વાગરોલા, સંચિતા ચાંગલાણી, ધ્રુવ પટેલ, જય પટેલ, ઓમ પટેલ, ઝીલય કાછડિયા, મયુર લબાના, પ્રિન્સ સોની, હર્ષિતા તિવારી, કાવ્યા ગડાની, જૈનિશ દેસાઈ, મન પટેલ  વગેરેનો સમાવેશ થાય છે.(૨-૬)

(3:34 pm IST)