Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં વિવિધ ઉત્સવો પાછળ 43,65 કરોડનો ખર્ચ કર્યો

પતંગોત્સવમાં 3.29 કરોડ કરતા વધુનો ખર્ચ કર્યો

ગાંધીનગર: ગુજરાત સરકારે પાછલા બે વર્ષમાં ઉત્સવો પાછળ કરેલા ખર્ચની વિગત ગુજરાત વિધાનસભામાં મૂકી છે વિધાનસભાના સત્રમાં સરકારે આંકડાઓ જાહેર કરી જણાવ્યું હતું કે સરકારે બે વર્ષમાં વિવિધ ઉત્સવો પાછળ 43.65 કરોડનો ખર્ચ કર્યો હતો.

   જાહેર કરેલ આંકડા મુજબ ખર્ચમાં સરકારે છેલ્લા બે વર્ષમાંરાજ્ય બહારના અને વિદેશી મહેમાનોની સરભરા માટે રણોત્સવમા 7.77 લાખનો ખર્ચ કર્યો હતો જ્યારે પતંગોત્સવમાં 3.29 કરોડ કરતા વધુનો ખર્ચ કર્યો હતો, જ્યારે નવરાત્રિ મહોત્સવમાં 70 લાખ કરતાં વધુનો સરકારે ખર્ચ કર્યો હતો.સરકારે વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન પૂછાયેલા સવાલોના જવાબ આપતા સમયે વિગતો આપી હતી.

    અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સરકાર દ્વારા વિવિધ પ્રકારના ઉત્સવો યોજવાાં આવે છે, જેમાં રણઉત્સવ અને પતંગોત્સવમાં વિદેશી મહેમાનો પણ આવે છે. જ્યારે મોટા તહેવારોની રાજ્ય સરકાર દ્વારા ઊજવણી કરવામાં આવતી હોવાથી તેની પાછળ ખર્ચ થાય છે 

(1:06 am IST)