Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ઊંઝામાં નકલી વરિયાળી બનાવવાનું કૌભાંડ ઝડપાયું : 37 હજાર કિલો માલ સીઝ

સીઆઇડી ક્રાઇમે સર્ચ ઓપરેશન કર્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પહોંચ્યું : 900માં ખરીદી કલર ચડાવી 2300ના ભાવે વેચી નાખતા

 

 

 

ઉંઝા એપીએમસીમાં કલર ચઢાવેલી વરિયાળીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યુ છે. ઉનાવા પાસેના અતુલદાસ ખોડીદાસ પટેલના ગોડાઉનમાં સીઆઇડી ક્રાઇમે પહેલા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું ત્યારબાદ  ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાઇ જેમાં ડુપ્લીકેટ વરિયાળી બનાવાનું કૌભાંડ સામે આવ્યુ છે

 આ કાર્યવાહીમાં પોલીસે કુલ 14 લાખનો 37 હજાર કિલો આસપાસનો માલ કબજે કરીને સીઝ કર્યો છે . આ સાથે ફૂડ વિભાગે વરિયાળીના 3 સેમ્પલ એફએસએલ તપાસ માટે મોકલ્યો છે.

 તપાસમાં એવું સામે આવ્યુ છેકે હલકી કક્ષાની વરિયાળી 900 રૂપિયાના ભાવે ખરીદીને તેમાં કલર મિશ્રિત કરીને તેને 2300 રૂપિયાના ભાવે બજારમાં વેચી મારવામાં આવતી હતી. ત્યારે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(9:49 pm IST)