Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ટ્રેન્ટ ખાતે નિબંધ અને ચિત્ર સ્પર્ધામાં વિજેતા બાળકો માટે ઇનામ વિતારણનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ ટ્રેન્ટ ખાતે સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ડૉ. જીગરભાઈ ઇનામદાર, ઝોન સંયોજક હરીશભાઈ મચ્છર અને જિલ્લા સંયોજક  હિરેનભાઈ મંકોડીયાના માર્ગદર્શન મુજબ શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ ટ્રેન્ટ મુકામે સ્વામીવિવેકાનંદ જયંતિ નિમિત્તેે યોજવામાં આવેલ નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકો માટે  ઇનામ વિતારણનો કાર્યક્રમ યોજાયો હતો.

           આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, માંડલ ભાજપ સંગઠન પ્રમુખ દશરથભાઇ પટેલ, જિલ્લા સદસ્ય  ભગવાનભાઈ, શાળાના મંડળના ઉપપ્રમુખ નાનુભાઈ અને મંત્રી ગણપતભાઈ, આચાર્ય  સંજયભાઈ, વિરમગામ તાલુકા સંયોજક જગદીશભાઈ રાવળ, રસિકભાઈ કોળી, નિલેશ રાણા, કિરણભાઈ સોલંકી, શૈલેષભાઈ કોળી અને શિક્ષકગણ અને મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

          ચિત્ર સ્પર્ધમાં પ્રથમ નંબરે ઠાકોર હિમાંશુભાઈ, બીજા નંબરે હીનાબેન અને નિબંધસ્પર્ધામાં પ્રથમ નંબરે ઠાકોર દીપિકાબેન તથા બીજા નંબરે ચૌહાણ કોમલબેન વિજેતા બન્યા હતા.

(7:54 pm IST)