Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ગાંધીનગર: સે-22માં બગીચાને રિનોવેટ કરવા માટે મનપાદ્વારા વર્ષોનું જુના વૃક્ષોનું નિકંદન કરવામાં આવશે

ગાંધીનગર: શહેરમાં વિકાસની આડમાં જે પ્રકારે વૃક્ષોનું છેદન થઇ રહ્યું છે તેના પગલે શહેરની હરિયાળી પણ કરમાઇ રહી છે. ત્યારે સેક્ટર-રરમાં સોસાયટીની વચ્ચે આવેલાં બગીચાના રીનોવેશનની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેના પગલે આ બગીચામાં આવેલાં વર્ષો જુના વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. જેની સામે પર્યાવરણ પ્રેમીઓએ વિરોધ પ્રગટ કર્યો છે.

રાજ્યનું હરિયાળું પાટનગર દિનપ્રતિદિન વૃક્ષછેદનની પ્રવૃત્તિ વધી રહી છે તેના પગલે શહેરની હરિયાળીને પણ નુકશાન થઇ રહ્યું છે અને કરમાઇ રહી છે. તંત્ર દ્વારા આડેધડ વૃક્ષોનું નિકંદન કાઢીને જે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે તેના પગલે પર્યાવરણ પ્રેમીઓમાં પણ ભારે રોષ ઉભો થયો છે. શહેરમાં હાલ બગીચાના નવીનિકરણની કામગીરી ચાલી રહી છે. 

(5:11 pm IST)