Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

રાજ્યમાં મંત્રીઓ વચ્ચે મનમેળનો અભાવ : કેબિનેટ બેઠકમાં બે મંત્રીઓ વચ્ચે ટપાટપી

સુરતના હદ વિસ્તરણના મામલે કેબિનેટની બેઠકમાં રક્ઝક થઇ હતી

અમદાવાદ : ધારાસભ્ય કેતન ઇમાનદારે રાજીનામુ ધરી દેતા ભાજપમાં ખળભળાટ મચ્યો છે. હજુ તો આ મુદ્દે શાંત પડ્યો નથી ત્યાં સુરતના હદ વિસ્તરણના મામલે કેબિનેટની બેઠકમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને વનમંત્રી ગણપત વસાવા વચ્ચે રકઝક થઇ હતી. ચર્ચા એવી છે કે, રૂપાણીના સરકારમાં મંત્રીઓ વચ્ચે જ મોટા મતભેદ વર્તાઈ રહ્યા છે.

થોડાક દિવસ પહેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ એવું ખુલ્લેઆમ કહ્યું હતું કે, ગૃહમંત્રી અમારું સાંભળતા નથી. આ મુદ્દે મંત્રી કુમાર કાનાણી કેબિનેટ મંત્રી ગણપત વસાવા સામે ઉઠાવ્યો હતો. તેઓ કહ્યું હતું કે, સોશ્યલ મીડિયામાં સૌરાષ્ટ્રના પાંચ ધારાસભ્યોના પ્રોજેક્ટ કામરેજ તાલુકામાં હોવાથી તેઓ ગામડાને મ્યુનિ.માં સમાવવા માટે રજુઆત કરી રહ્યાં છે. તો ક્યા ધારાસભ્યોના ક્યા પ્રોજેક્ટ કયા ગામમાં ચાલે છે તેની યાદી આપો.

આ મુદ્દે મંત્રી વસાવાએ કાનાણીને કહ્યું હતું, તમે પત્ર કેમ લખ્યો. તો કાનાણી તમે પુછવા વાળા કોણ તેવું કહેતા મામલો ગરમાયો હતો. આ અંગે અન્ય નેતાઓ વચ્ચે પડતા મામલો શાંત પડ્યું તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

(2:08 pm IST)