Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં પગથી બટેટા છૂંદતા શખ્શનો વિડિઓ વાયરલ !!!

અતિશય ગંદકી જોવાતા કેન્ટીન સીલ : વિદ્યાર્થીઓએ કહ્યું અમે એટલે જ અહીં જમતા નથી

અમદાવાદ : શહેરની અનેક હોટેલ અને રેસ્ટોરન્ટમાં ભોજનની ક્વોલિટી અંગેના વિડિઓ વાયરલ થયા છે ત્યારે સોલા સિવિલ હૉસ્પિટલની કેન્ટીનનો એક વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક શખ્સ તપેલામાં પગથી બટેકા છૂંદી રહ્યો છે તેવું દેખાઇ રહ્યું છે. સાથે જ તેને એક શખ્સ મદદ કરી રહ્યો છે. જેના કારણે ત્યાં રહીને જમતા મેડિકલનાં વિદ્યાર્થીઓમાં ઘણો જ આક્રોષ વ્યાપ્યો છે.

  વીડિયો વાયરલ થયા બાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગનાં ફૂડ અધિકારીએ જણાવ્યું હતું કે, 'સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં અતિશય ગંદકી જોવા મળી હતી, જેથી કેન્ટીનને સીલ મારવામાં આવી છે.

 આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, 'અહીં વર્ષોથી આવું જ જમવાનું બને છે. અહીંનું ખાવાનું ગળાની નીચે ઉતરે તેવું નથી હોતું. જેના કારણે અમે અહીં જમતા નથી પરંતુ બહારથી મંગાવીએ છીએ.

  બીજી તરફ કેન્ટીન સંચાલકે જણાવ્યું કે, 'વિદ્યાર્થીઓને અમે સ્વચ્છ અને સારુ ભોજન આપીએ છીએ. જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં પગથી બટાકા ગૂંદતા નથી પરંતુ નવા બટાકામાંથી માટીને ધોવામાં આવી રહી છે. અમને બદનામ કરવા માટે આ વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(11:25 am IST)