Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ગાંધીનગરમાં છેલ્લા 44 દિવસથી LRDની બહેનોનું આંદોલન ચાલુ : ન્યાય માટે અન્ન જળનો ત્યાગ કર્યો

1/8/ 2018 નો પરિપત્ર રદ્દ નહીં થયા, ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કર્યો

 

ગાંધીનગર : છેલ્લા 44 દિવસથી LRDની બહેનો આંદોલન કરી રહી છે. તેમ છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી. તેવામાં હવે LRDની બહેનોએ ન્યાય નહીં મળે અને 1/8/ 2018 નો પરિપત્ર રદ્દ નહીં થયા, ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કર્યો છે. LRD ની બહેનો ઉપવાસ પર ઉતરી જતા હવે મામલાએ સંગિન રુપ ઘારણ કરી લીધું છે.

, 'જય સંવિધાન બંધારણીય અધિકાર આંદોલન સમિતિ' ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે 44 દિવસથી સંઘર્ષ કરતી એલઆરડી ની બહેનો જ્યારે અહિંસક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે, ત્યારે 44 - 44 દિવસ વિતી જવા છતા પણ ગુજરાત સરકારનાં પેટનું પાણી હાલતું નથી. સરકારની નિંભરનીતિ સામે આખરે દીકરીઓને કઠોર નિર્ણય લેવો પડ્યો છે.

દીકરીઓ પૂજા,રીંકલ,હેતલ,અસ્મીતા,દક્ષા,જયશ્રી,ભાવના અને સાથે સમાજના આગેવાનો અને બંધારણીય અધિકાર આંદોલન સમિતિ(BAAS)ના હસમુખ સકસેના,સાથે ભરતભાઈ ચૌધરી સમાજ,રામજીભાઈ ઠાકોર સમાજ, અને વિષ્ણુભાઈ માલધારી સમાજ આજે અનશન ઉપર ઉતરી ગયા છે. જ્યાં સુધી સત્યની લડાઈમાં ન્યાય નહીં મળે અને1/8/ 2018 નો પરિપત્ર રદ નહીં થાય, ત્યાં સુધી અન્નનો ત્યાગ કરીએ છીએ તેવી તમામ આંદોલન કરતા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

(12:49 am IST)