Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

જાયન્ટ ગૃપ ઓફ સાગબારાનો પદગ્રહણ સમારોહ યોજાયો : ફાઉન્ડર પ્રમુખ તરીકે જગદીશભાઈ શાહની નિમણુંક

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : સાગબારાના ઘનશેરા ખાતે આવેલ હોટલ સ્વામિનારાયણ માં જાયન્ટ ગૃપ ઓફ સાગબારાનો પદ ગ્રહણ સમારોહ બીલીમોરા જાયન્ટ ગ્રુપના પ્રમુખ વિજયભાઈ પટેલના પ્રમુખપદે યોજાયો હતો.

તાલુકા મથક સાગબારા ખાતે સામાજિક પ્રવૃત્તિઓને વધુ સારી રીતે કરી શકાય તે હેતુસર જાયન્ટ ગૃપની રચના કરવામાં આવી હતી. સાગબારા અને ડેડીયાપાડા જેવા અંતરિયાળ અને ઊંડાણના વિસ્તારોમાં વર્ષોથી જાયન્ટ ગૃપ ઓફ ભરુચ સામાજિક જવાબદારી નિભાવવા સાથે સેવાકીય પ્રવૃતિઓ કરતું આવ્યું છે.ત્યારે તેવી પ્રવૃત્તિઓ વધુ સારી રીતે કરી શકાય તે હેતુસર સાગબારા ખાતે નવું જાયન્ટ ગૃપ બનાવીને લોકસેવા માટે તેને બીલીમોરા જાયન્ટ ગ્રુપના પ્રમુખપદે તેનો પદગ્રહણ સમારોહ સ્વામિનારાયણ હોટેલ ખાતે યોજવામા આવ્યો હતો.
જાયન્ટ ગૃપ ઓફ સાગબારા યુનિટ 4 ની રચના કરવા સાથે તેનો પદગ્રહણ સમારોહ દીપ પ્રાગટય સાથે કરવામાં આવ્યો હતો.જેમાં જાયન્ટ ગૃપ ઓફ સાગબારા ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ તરીકે વર્ષોથી સાગબારા તાલુકા ખાતે પત્રકાર તરીકે સેવા આપતા વડીલ જગદીશ શાહ ની નિમણૂક કરવામાં આવી હતી.જ્યારે  મંત્રી તરીકે રસીદ યાકુબ પટેલની અને ઉપપ્રમુખ તરીકે સેલંબાના ગૌરવ ભાઈ અવિનાશભાઈ કદમ અને રવિભાઈ ભીખાભાઇ ભવરની નિમણૂક કરાઈ હતી.આ પદગ્રહણ સમારોહમાં જાયન્ટ ગૃપ ઓફ ભરૂચના પ્રમુખ જગદીશભાઈ ભાવસાર સહિત ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા.

(10:31 pm IST)