Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ઠાસરા તાલુકાના ગોળજમા શેઢી શાખા નહેરના પુલ પર રાત્રીના સમયે મગર જોવા મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા: સ્થાનિકોમાં ભયનો માહોલ

ઠાસરા: તાલુકાના ગોળજ ગામ તરફ જતા શેઢી શાખા નહેરના પુલ પર ગતરોજ  રાત્રીના સમયે મગરે દેખા દીધા હતા. વાત વાયુવેગે આજુબાજુના ગામમાં પ્રસરતા લોકોના ટોળેટોળા મગરને જોવા માટે ઉમટી પડયા હતા.

ગોળજ ગામ તરફ જતા શેઢી શાખા નહેરના પુલ પર મહાકાય મગર જોવા મળ્યો હતો.નહેરના પુલ પર વચ્ચે જોવા મળતા ગ્રામજનો અને રાહદારીઓ કુતુહલ વસ મગરને જોવા ઉમટી પડયા હતા.જો કે બુમાબુમ થતા મગર નહેરના પાણીમાં ગરકાવ થઇ જતો રહ્યો હતો.ઠાસરા નજીક નગરી વિસ્તારમાં લોકો દોેડી આવ્યા હતા.જો કે લોકોના ચહલ પહલ અને બુમાબુમના આવાજના કારણે મહાકાય મગર પાણીમાં જતો રહ્યો હતો. બાદ સ્થાનિકોમાં ભય ફેલાયો હતો.

(5:48 pm IST)