Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

વડોદરામાં પુત્રીએ લવ મેરેજ કરતા પિતા દ્વારા બ્લેકમેઇલ કરી 1 લાખની માંગણી કરતા યુવતીએ પોલીસનો સહારો લીધો

વડોદરા: શહેરમાં લવમેરેજ કરનાર એક યુવતીએ તેના પિતા દ્વારા બ્લેકમેઇલિંગથી કંટાળીને અભયમની મદદ લીધી હતી.

અભયમના સૂત્રોના જણાવ્યા મુજબ, કુટુંજીજનોની મરજી વિરૃધ્ધ લવમેરેજ કરનાર યુવતીને બે વર્ષથી તેના પરિવારજનો તેને બોલાવતા નહતા.માતા-પિતાની યાદમાં ઝૂરતી યુવતી એક દિવસ હિંમત એકઠી કરી પતિ સાથે પિયર પહોંચી ગઇ ત્યારે તેના પરિવાર દ્વારા કહેવાયું હતું કે,તું દંડ ભોગવીશ તો તારો સ્વીકાર થશે.

યુવતીએ પતિ સાથે વાતચીત કરી દંડ પેટે પિતાએ નક્કી કરેલા રૃા. લાખ ચૂકવી દીધા હતા.થોડો સમય શાંતિથી વિત્યા બાદ પિતાએ ફોન કરી વધુ રકમની માંગણી કરી હતી.જેથી તેણે પોતાના પતિની આર્થિક સ્થિતિ સારી નથી અને ખાનગી જોબ કરે છે..તેમ કહી ઇનકાર કર્યો હતો.

(5:45 pm IST)