Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પોઇચા નિલકંઠધામમાં પાંચ દિ' કલ્યાણ મહોત્સવ

નર્મદા આરતી, જળ કળશ પૂજન, અન્નકુટ, નગરયાત્રા, રાસોત્સવ, આતશબાજી વિગેરે કાર્યક્રમો

રાજકોટ તા.૨૨: સાધના અને આરાધનાનો નર્મદા મૈયાના કિનારે અનેક મંદિરો આવેલા છે સાધકો ઋષીઓએે સ્વયં હનુમાનજી આદિ દેવોએે નર્મદા કિનારે તપ વ્રત સાધના કરેલ છે આવા કિનારે પોઇચા ખાતે નિલકંઠધામ એ અહર્નિશ અખંડ ધૂન યજ્ઞ ભાગવત સેવા પૂજન દરરોજ ભકિતભાવથી કરાઇ રહ્યું છે

નર્મદા મૈયાના દર્શનેજ  જીવોની મુકિત નું વરદાન શાસ્ત્રોએ આપેલ છે .  ત્યાં નિલકંઠધામ ક્ષેત્રે છ વર્ષમાં પાંચ કરોડ જેટલા શ્રદ્ધાળુઓ ભકતો દર્શન કરી કૃતાર્થતા સાથે ધન્યતા અનુભવી ચૂક્યા છે.

 દિવાળી નવલા દિવસોમાં પોઇચા ખાતે શ્રી નીલકંઠ વર્ણી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રાધા-કૃષ્ણ દેવ આદિ દેવોના પૂજન અર્ચન ,વંદન, ઉત્સવ ,ઉજવાશે આ કલ્યાણ મહોત્સવનો પ્રારંભ તા.૨૮ ઓકટોબરના રોજ કરાશે.

 રાજકોટ ગુરુકુલ પરિવાર ના ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી ના શુભ આશીર્વાદ સહ આયોજિત કલ્યાણ મહોત્સવનો પ્રારંભ પુરાણી સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી ના હસ્તે કરાશે પંચદિનાત્મક કલ્યાણી મહોત્સવ અંતર્ગત સવારે ૫.૩૦ થી ૭:૦૦ દરમિયાન મંગળા આરતી નર્મદા જળ કળશો નું પૂજન, વિવિધ ઔષધી ફળોના રસ, પંચગવ્ય સપ્તમ મુદ્રિકા, સપ્ત સરીતા જળથી ભગવાનનો મહા અભિષેક શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા સુરતથી પધારેલ શ્રી પ્રભુ સ્વામી , નવસારી થી શ્રી ભકિત વલ્લભદાસજી સ્વામીના હસ્તે કરાશે

સવારે ૮:ૅં૦૦ કલાકે ભગવાનને નિત્ય નૂતન શણગાર કરાશે . સવારે ૮-૧૫ થી સાંજના ૬:૦૦ કલાક સુધી શ્રી નીલકંઠ ભગવાનને ધાન્યા અભિષેક, જલાભિષેક તુલસી પુષ્પાભિષેક થશે.

નિત્ય છપ્પન મહા ભોગનો અન્નકુટ તથા વિવિધ ફળ , કઠોળ , શાકભાજી, ફસાણ આદિની હાટડીના દર્શનનો ભકતો લાભ લઇ શકશે. મોક્ષદાઇની સંકલ્પ સરિતા શ્રી નર્મદા મૈયામાં દિવાળીના આ નૂતન વર્ષના દિવસોમાં પાંચ દિવસ બપોરે ૨-૩૦ થી નૌકાવિહાર ભગવાન કરશે. એ સાથે નૌકામાં તબલા ઝાંઝ, પખાજ, સાથે કીર્તન ગાન કરતા રહેશે. આ સમયે વિશેષ નાવમાં પરિવાર સાથે સૌ નર્મદા મૈયામાં વિહાર કરશે. એ પછીથી ઠાકોરજીને અભિષેક બાદ વિધિપૂર્ણ મોક્ષ સ્નાનનો લ્હાવો પૂરૂષ ભકતો સંતો સાથે લઇ શકશે.

સાજેં ૫:૦૦ કલાકે હાથી અંબાટી પર ભગવાન બિરાજશે. વિવિધ રથ સાથે ઠાકોરજી નિલકંઠ ધામમાં નગરયાત્રામાં વિહરશે.  અહીના વિદ્યાર્થીઓ તેમજ સેવક ગણ ઢોલના તાલ સાથે નૃત્ય કરશે. રાસ લેશે., સંતો પાંચ આરતીઓ આ રથયાત્રા દરમ્યાન કરશે. સંધ્યા નિરાજન આરતીની સાન સંતો દ્વારા વિધિ થશે. જળ, શંખ, અતર, પુષ્પગુચ્છ, મયુર પંખા, તુલસીછોડ, ઢાલ તલવાર, વેદ, કળશ, ધૂપ વગેરે દ્વારા ભગવાનની મહાનિરાજન ગુરૂવર્યશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, તથા શ્રી ધર્મવલ્લભદાસજી આદિ મુંબઇ, વડોદરા, હૈદરાબાદ, બેંગ્લોર, સુરત, નવસારી કેશોદ, ઉના, રાજકોટ, જૂનાગઢ, પોરણી આદી ગુરૂકુળ ધામોથી પધારેલા સંતો આરતી ઉતારશે. પાંચ દિવસ દરમ્યાન સવાલાખ કિલો ષોડશોપચાર દ્રવ્યોથી પ્રગટ ભગવાનશ્રી નિલકંઠજીનું પૂજન અર્ચન સંતો કરશે. દરરોજ વિશ્વશાંતી અને સુખાકારી અર્થે શ્રી મહાવિષ્ણુયાગ થશે. દિવાળીના નૂતન દિવસોમાં દિપોત્સવ, રાસોત્સવ આતશબાજી, જળયાત્રા, કાવડયાત્રા, વગેરે  વિવિધ આયોજનોનો વિનામૂલ્યે લાભ લઇ શકશે.

નિલકંઠવર્ણી ભગવાનના આ પંચદીનાત્મક કલ્યાણ મહોત્સવના યજમાન શ્રી ભૂમિનભાઇ ભરતભાઇ વિરાણી લાભ લઇ રહ્યા છે.

નૂતન વર્ષે મંદિરને ડેકોરેશનથી સુસજાવવામાં આવેલ છે. આ રમણીયતા સાથે નર્મદા મૈયામાં સ્નાનાદિકનો  લાભ લેવા ભાવિકોને અનુરોધ છેતેમ શ્રી પ્રભુ સ્વામી જણાવે છે.

(3:07 pm IST)