Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

અમદાવાદના સવા કિમી લાંબા અંજલી ફલાઇ ઓવરનું ઉદ્દઘાટન કરશે અમિતભાઇ

અમદાવાદઃ અમદાવાદ શહેરના સૌથી લાંબા એટલે કે, સવા કિ.મી. લાંબા પાલડી-વાસણા વચ્ચેના અંજલિ ફ્લાય  ઓવરનું આગામી તા. ર૬મીને શનિવારના રોજ લોકાર્પણ કરવાનો મ્યુનિ. કોર્પોરેશને નિર્ણય કર્યો છે.

 કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર સંસદીય મતક્ષેત્રના સાંસદ અમિતભાઈ શાહ દિવાળીના તહેવારમાં અમદાવાદ શહેરમાં રોકાનાર છે. તેઓના હસ્તે તા. ર૬મીએ આ અંજલિ ફ્લાય ઓવરનું લોકાર્પણ કરાશે. રૂ. ૯૯ કરોડના જંગી ખર્ચે બંધાયેલા અંજલિ ફ્લાય ઓવર અમદાવાદ શહેરનો એવો સૌથી લાંબા ફ્લાય ઓવર બનશે કે , ચાર જેટલા મુખ્ય જંકશનો તે આવરી લેશે, જેમાં જવાહરનગર ભઠ્ઠા, અંજલિ ચાર રસ્તા, ફ્તેહનગર અને પંચરત્ન સર્કલનો સમાવેશ થશે. અંજલિ ફ્લાય ઓવરના કારણે સૌરાષ્ટ્ર અને અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાના ગામોમાંથી અમદાવાદ વાહનમાર્ગે આવનારા લોકોને મોટી રાહત મળશે. એસ.ટી. બસ અને મ્યુનિ. બસ સહિત તમામ વાહન વ્યવહાર માટે પણ સરળતા ઊભી થશે અને ચક્કાજામની સ્થિતિ હળવી બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ર૬મીને શનિવારે અંજલિ ફ્લાય ઓવર ઉપરાંત મ્યુનિ.ના ટેનિસકોર્ટ, મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવાસો, વોર્ડ ઓફિસ સહિતના લોકાર્પણ ઉપરાંત મ્યુનિ.ના કેટલાક નવા પ્રોજેકટોનું ખાતમુહૂર્ત કરશે.

(11:32 am IST)