Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

રાત્રે વડોદરામાં ભૂગર્ભમાં ધડાકો : ડ્રેનેજનું ઢાંકણું અને પાર્ક કરેલી બે બાઈકો ફંગોળાઈ

ધડાકામાં 10 ફૂટ સુધી જમીન ફાટી ડ્રેનેજમાં સંઘરાયેલા કાર્બન મોનોક્સાઈડ ગેસને કારણે ધડાકો થયાનું અનુમાન

વડોદરાના ટ્રાફિકથી ધમધમતા અલકાપુરી આરસી દત્ત રોડ પર શનિવારે રાત્રે ભૂગર્ભમાંથી ભેદી ધડાકો થયો હતો. ભેદી ધડાકાના સીસીટીવી સામે આવ્યા છે. ડ્રેનેજ લાઈન પર રહેલું લોખંડનું ઢાંકણું અને પાર્ક કરેલી બે બાઇકો ફંગોળાઇ હતી. આ ધડાકામાં 10 ફૂટ સુધી જમીન ફાટી હતી. ડ્રેનેજમાં સંઘરાયેલા કાર્બન મોનોક્સાઈડ ગેસના કારણે ધડાકો થયાની શક્યતા છે.

(8:58 am IST)