Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સુરતના લીંબાયતમાં માસુમ બાળકી સાથે દુષ્કર્મના આરોપીને સુરત લવાયો :રિમાન્ડ મેળવવા તજવીજ

વારાણસીથી ટ્રેન મારફત ઉધના રેલવે સ્ટેશને લાવ્યા

સુરતના લીંબાયતમાં માસુમ બાળકી પર દુષ્કર્મ કેસના આરોપી અનિલ યાદવને સુરત લવાયો છે તેને કોર્ટ સમક્ષ રજૂ કરીને તેના રિમાન્ડ મેળવવાની તાજવીજ હાથ ધરાશે સુરત પોલીસ વારાણસીથી વાયા ટ્રેન મારફતે ઉધના રેલવે સ્ટેશન લાવવામાં આવ્યો હતો.

રેલવે સ્ટેશનથી સઘન બંદોબસ્ત વચ્ચે તેને સુરત ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યો હતો.

   અત્રે ઉલ્લેખનિય છે કે, સુરતના લિંબાયત વિસ્તારમાં ગુમ થયેલી સાડા ત્રણ વર્ષની માસુમ બાળકીની લાશ પાડોશીના ઘરમાંથી મળી આવી હતી.અને તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી પર દુષ્કર્મ, સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય થયાનો ખુલાસો થયો હતો. આ સિવાય બાળકીનું ગળુ દબાવીને હત્યા કરી દેવામાં આવ્યાનો પણ પોસ્ટમોર્ટમ તપાસમા સામે આવ્યુ હતુ.

 આ ઘટનાને લઈને પરિવારજનો અને સ્થાનિકોમાં રોષ હતો જ્યાં સુધી આરોપી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કર્યો. જોકે પોલીસની સમજાવટ બાદ પરિવારે બાળકીનો મૃતદેહ સ્વીકાર્યો હતો. પોલીસે 21 ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી માસુમ બાળકીને પિંખીને કરાયેલી હત્યાને લઈને કેન્ડલ માર્ચ પણ યોજાઈ હતી. અને દોષિતો સામે આક્રોશ જોવા મળ્યો. તેવામાં આજે સુરત લવાયેલા આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે.

(3:01 pm IST)