Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

દિવાળી નજીક હોવા છતાં દુકાનદારો નવરાધૂપ!

મોંઘવારી, શેરબજારમાં કડાકો વગેરે બાબતોની અસર

અમદાવાદ તા. ૨૨ : સામાન્ય રીતે તહેવારો નજીક આવતાં બજારો ખરીદદારોથી ઊભરાવવા લાગે છે. ઘર સજાવટની વસ્તુઓથી શરૂ કરીને કપડાં સુધીની ખરીદી માટે લોકો રિટેલ સ્ટોર્સમાં પહોંચી જાય છે. પરંતુ આ વખતે તહેવારોની સિઝનમાં રિટેલની દુકાનોમાં ચિત્ર કંઈક અલગ છે. ગાર્મેન્ટના ઉત્પાદકો અને વિક્રેતાઓનું અનુમાન છે કે આ વર્ષે વધતો ફુગાવો, લોકોની ઘટતી ખરીદશકિત અને ઈ-કોમર્સના વધતા ચલણના કારણે આ વખતે વેચાણમાં ૪૦ ટકા સુધી ઘટાડો જોવા મળશે.

ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેકચરર્સ અસોસિએશન (GGMA)ના અંદાજ પ્રમાણે, રાજય અપેરલ (કપડાં) ઈન્ડસ્ટ્રી માત્ર નવરાત્રિ અને દિવાળીની સિઝનમાં જ ૪૦૦૦ કરોડ જેટલી કમાણી કરે છે. GGMAના પ્રમુખ વિજય પુરોહિતે કહ્યું કે, 'દર વર્ષે તહેવારોના દિવસોમાં સેલ્સ રેવન્યૂ લગભગ ૩,૫૦૦-૪,૦૦૦ કરોડની વચ્ચે રહે છે. ત્યારે આ વર્ષે આ આંકડો વધવાને બદલે ઘટ્યો છે. આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી વધુમાં વધુ ૨,૦૦૦ કરોડનો વેપાર થશે.'

માગ ઘટતા ગાર્મેન્ટ ઉત્પાદકોએ આ વર્ષે ઉત્પાદન પણ ઓછું કર્યું છે. શહેરના પોશાક ઉત્પાદક અર્પણ શાહે કહ્યું કે, 'ઓછા વેચાણને પગલે ઘણા બધા મેન્યુફેકચરિંગ યુનિટ્સે આ વખતે ઉત્પાદનમાં લગભગ ૩૦ ટકા જેટલો કાપ મૂકયો છે. વધતા ફુગાવાના કારણે લોકોના હાથમાં તહેવારો પાછળ ખર્ચ કરવા માટે પૂરતી રોકડ નથી.'

હોમ અપ્લાયન્સીસ અને ઈલેકટ્રોનિકસના હોલસેલ અને રિટેલ વેપારીઓનો દાવો છે કે, ઓનલાઈન માર્કેટના કારણે તેમનું વેચાણ ઘટ્યું છે. રિલિફ રોડ ઈલેકટ્રોનિકસ રિટેલર્સ અસોસિએશનના ઉપપ્રમુખ સુનિલ મોટવાણીએ કહ્યું કે, 'ઈ-કોમર્સ પ્લેયર્સના કારણે અમારો ધંધો નબળો પડ્યો છે. ઓનલાઈન વેચાતી પ્રોડકટ પર જેટલું ડિસ્કાઉન્ટ મળે છે તેટલું રિટેલ દુકાનદારો નથી આપી શકતા. જેના કારણે ગ્રાહકો ઓનલાઈન શોપિંગ તરફ વળી રહ્યા છે. વેચાણ ૬૦ ટકા જેટલું ઘટતા ટ્રેડર્સે વધારાનો સ્ટોક પણ રાખ્યો નથી.'

ટ્રેડ એકસપર્ટના મતે વેચાણ ઘટવાનું મહત્વનું કારણે છે લોકોની ઘટી રહેલી ખરીદશકિત. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન (GTF)ના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ કહ્યું કે, 'પેટ્રોલ-ડીઝલ સહિતની જરૂરિયાતની વસ્તુઓની કિંમતો વધી છે. જેના કારણે લોકોનું માસિક બજેટ ખોરવાયું છે અને વાપરવા માટે ખૂબ ઓછી રકમ બચે છે. સ્ટોક માર્કેટ તૂટતાં રોકાણકારોના રૂપિયા અટવાયા છે. આ પ્રકારના વિવિધ કારણોસર ગ્રાહકોની ખરીદશકિત ઘટતાં ટ્રેડર્સની આવક પર અસર થઈ છે.'(૨૧.૪)

(11:47 am IST)
  • બોટાદ:ગઢડા ગોપીનાથજી મંદિરના વિવાદનો મામલો:એસ.પી. સ્વામીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ:સ્વામી હુમલો કરતા હોય તેવા વીડિયો વાઈરલ થયો:ગઢડાના હરસુરભાઈ ખાચરને મારી હતી લાત: મંદિરની મતદાર યાદીમાં નામ નોંધાવવા જતાં હુમલો access_time 4:21 pm IST

  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું વિવાદિત નિવેદન:ભારતના મુસ્લિમ રામના વંશજ નહીં કે મુગલોનાં:મુસ્લિમ રામમંદિરનો ન કરે વિરોધ:જે લોકો વિરોધ કરે છે તેઓ સમર્થનમાં આવે, નહીં તો તેઓથી હિન્દુ સમાજ થશે નારાજ:રામ મંદિર નહીં બન્યુ તો વિવાદનો અંત નહીં આવે access_time 4:38 pm IST

  • સુરત :તહેવારોને લઈને આરોગ્ય વિભાગના દરોડા:શહેરની 10 જેટલી દુકાનમાં પાડવામાં આવ્યા દરોડા:આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈનાં નમૂના એકઠા કરાયા:મીઠાઈનાં નમૂનાં ભુજ ખાતેની લેબોરેટરીમાં મોકલાયા access_time 4:21 pm IST