Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

કોન્ટ્રાકટ મજૂર (નિયમન અને નાબૂદી) (ગુજરાત સુધારા) – ૨૦૨૦ હેઠળ પ્રવર્તમાન જોગવાઇઓ હવે ૨૦ ના બદલે ૫૦ કોન્ટ્રેક્ટ કામદાર ધરાવતા કોન્ટ્રાક્ટર્સને લાગુ પડશે

આ સુધારાથી કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં આર્થિક ગતિવિધિઓ વધશે અને કામદારોની રોજગારી સુનિશ્ચિત થશે: મંત્રી દિલીપકુમાર ઠાકોર

અમદાવાદ :શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું છે કે કોવિડ-૧૯ ની મહામારીને કારણે પ્રવર્તતી સ્લો ડાઉનની પરિસ્થિતી દરમિયાન આર્થિક પ્રવૃ્ત્તિઓમાં વધારો કરવો જરૂરી હોઇ નાના એકમો તથા કોન્ટ્રેકટરોને “કોન્ટ્રાકટર મજૂર (નિયમન અને નાબૂદી) અધિનિયમ, ૧૯૭૦ “ની જોગવાઇઓના અમલમાંથી રાહત આપવા માટેકેન્દ્રીય અધિનિયમની કલમ-૧(૪) માં સુધારોકરીને પૂર્વે લાગુ ૨૦ કામદારોના બદલે ૫૦ કોન્ટ્રાકટ કામદારો ધરાવતા કોન્ટ્રાક્ટરોને લાગુ કરાશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, કોન્ટ્રાક્ટ મજૂર(નિયમન અને નાબૂદી ) અધિનિયમ, ૧૯૭૦ એ કેન્દ્રસરકારનો કાયદો છે. જેની કલમ-૧ (૪) મુજબ પ્રસ્તુત કાયદો હાલમાં ૨૦ કે તેથી વધુ કોન્ટ્રાક્ટ શ્રમયોગીને કામે રાખતી સંસ્થા અથવા કોન્ટ્રાકટરોને લાગુ પડે છે.ઔદ્યોગિક એકમ/સંસ્થામાં ૨૦થી કે તેથી વધુ કોન્ટ્રાક્ટ શ્રમિકો ધરાવતાં કોન્ટ્રાક્ટર અનેઔદ્યોગિક એકમ દ્વારા અનુક્રમેલાયસન્સ અને રજિસ્ટ્રેશન લેવાની જોગવાઈ  હતી.હવેથી નવા સુધારા અનુસાર ઔદ્યોગિક એકમ/સંસ્થામાં ૫૦થી કે તેથી વધુ કોન્ટ્રાક્ટ શ્રમિકો ધરાવતાં કોન્ટ્રાક્ટર અથવા અનેઔદ્યોગિક એકમ દ્વારા અનુક્રમે લાયસન્સ અનેરજિસ્ટ્રેશન લેવાની જોગવાઈ કરાઇ છે.

 મંત્રીએ ઉમેર્યુ કે આ અધિનિયમ લાગુ પાડવાની મર્યાદા ૨૦ શ્રમયોગીઓથી વધારીને ૫૦ શ્રમયોગીઓ કરવાથી અનેકવિધ હકારાત્મક પરિણામો મળશે.  જેમાં મુખ્યત્વે પૂરતા પ્રમાણમાં કોન્‍ટ્રાક્ટ શ્રમયોગીઓને રાખી શકવામાં સરળતા રહેશે,રાજ્યના નાના ઉદ્યોગો તથા કોન્ટ્રાક્ટરનુંલાયસન્સ મેળવવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે,નાના, ઔદ્યોગિક એકમો અને નાના કોન્‍ટ્રાક્ટરોને પડતું આર્થિક ભારણઅટકાવી શકાશે અને ઉદ્યોગો ટકી રહેશે,રોજગારીની તકો વધશે,અન્ય શ્રમ કાયદાઓ જેવા કે, લઘુત્તમ વેતન અધિનિયમ, ગ્રેજ્યુટી ચુકવણી અધિનિયમ, બોનસ ચુકવણી અધિનિયમ ૫૦થી ઓછા કોન્‍ટ્રાક્ટ કામદારોરાખતી સંસ્થાઓને તથા કોન્‍ટ્રાક્ટરોને લાગુ પડતા હોઈપ્રસ્તુત સુધારો થયેથી કામદારોનાહિતોને નુકસાન થાય તેમ નથી.

કેન્દ્રીયઅધિનિયમ સુધારવા ગુજરાત રાજ્યને લાગુ પડતો હોય તેટલે સુધી, કોન્ટ્રાક્ટ મજૂર (નિયમન અને નાબૂદી) (ગુજરાત સુધારા) વિધેયકવિધાનસભા ખાતે પસાર કરાયું.

(10:32 pm IST)
  • સહકારી બેન્કો હવે રીઝર્વ બેન્કના પંજામાં : ખરડો પસાર :સહકારી બેન્કો હવે રીઝર્વ બેન્કના ભરડામાં : રિઝર્વ બેન્કની નજર હેઠળ સહકારી બેન્કોને આવરી લેતા ખરડાને રાજયસભામાં મંજૂરી આપવામાં આવી છે. આ ખરડાનો હેતુ બેન્કમાં ખાતાધારકોના હિતોની રક્ષા કરવાનું છે. આ વિધેયકને રાજયસભામાં ધ્વનીમતથી પસાર કરવામાં આવેલ. લોકસભામાં ૧૬ સપ્ટેમ્બરે આ ખરડો પસાર થઈ ગયો હતો. હવે આ ખરડો કાનુન બન્યા પછી જાહેરનામાની જગ્યા લેશે. રીઝર્વ બેન્કના માધ્યમથી સહકારી બેન્કો સહિત સમગ્ર બેન્કીંગ વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવાનો હેતુ છે access_time 3:53 pm IST

  • ભયજનક !! : સીબીઆઇ દ્વારા તાજેતરમાં એકત્રિત કરવામાં આવેલા ડેટા મુજબ, ભારતમાં ઓછામાં ઓછી 31 લાખ NGO છે : જે શાળાઓની સંખ્યા કરતાં બમણાથી વધુ અને સરકારી હોસ્પિટલોની સંખ્યાના 250 ગણી થાય છે : ગહબની વાત તો એ છે કે તેમાંથી મોટાભાગના NGO એ ઇન્કમટેક્સ રીટર્ન ભર્યું નથી અથવા બેલેન્સશીટ પણ તૈયાર કરી નથી access_time 10:41 pm IST

  • બનાસકાંઠાની ગઢ ગ્રામપંચાયત દ્વારા 10 દિવસનું લોકડાઉન: તા,22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી લોકડાઉન જાહેર access_time 7:22 pm IST