Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

સૌરાષ્ટ્રના તમામ તાલુકાના તમામ ગામડાના બધા જ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે

રાજયના લાખો ખેડૂતો માટે વિજયભાઇએ ૩૭૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું તેનો

રાજકોટઃ તા.૨૨, રાજયના ૨૭ લાખથી વધુ ખેડૂતો માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સરકારે ૩૭૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. ત્યારે મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્રના તમામ તાલુકાના તમામ  ગામડાના ખેડૂતોને આ  અબજોના રાહત પેકેજનો લાભ મળશે.

  વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખરીફ પાકને ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે ૩૭૦૦ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ સહાય રાજયના ૨૦ જિલ્લાના ૧૨૩ તાલુકાને મળશે.

જેમાં સૌરાષ્ટ્રના લગભગ અસરગ્રસ્ત તાલુકા-ગામડાને આવરી લેવાયાનું
 જાણવા મળે છે. લગભગ ૩૭ લાખ હેકટર જમીનને તેનાથી ફાયદો થશે, આ સહાય પેકેજથી ૨૭ લાખ જેટલા ખેડૂતોને લાભ મળવાની જાહેરાત પણ તેમણે કરી હતી. ૧ ઓકટોબરથી ખેડૂતો આ અંગે અરજી કરી શકશે.

ઉડતી નજરે જોઇએ તો

.  ૩૩ ટકા થી વધુ પાક નુકસાનીમાં હેકટર દીઠ ૧૦ હજારની સહાય, ખેડૂત ગમેતેટલી આછી જમીન ધરાવતો હશે તો પણ ૫ હજારની સહાય ચૂકવાશે, દિવાળી સુધીમાં પૈસા ખાતામાં પહોંચી જશે.

. મગફળી,કપાસ,ડાંગર,તલ, બાજરી, કઠોળ,શાકભાજી વગેરે પાકને ભારે નુકસાન

. ૨૦ જીલ્લાના૧૨૩ તાલુકાના  ૫૧ લાખ હેકટરમાંથી ૩૭ લાખ હેકટરને સહાય મળશે.

. અરજી કરવાનો ખર્ચ પણ રાજય સરકાર ભોગવશે.

. રાજયના અન્ય તાલુકાઓમા પાક નુકસાનીની ચકાસણી કરાશે અને જરૂર જણાશે તો તેમના માટે પણ વિચારણા થશે.

. આ સહાય મેળવવા ઓનલાઈન અરજી કરવાની રહેશે.

. ૧ ઓકટોબરથી પોટલ ખુલ્લુ મૂકાશે. 

. ખેડૂતોએ નજીકના ઇ-ગ્રામ કેન્દ્ ખાતેથી અરજી કરવાની રહેશે.

 . અરજી મંજૂર થયા પછી સહાયની રકમ સીધી જ ખડૂતોના બેન્ક ખાતામાં ઓનલાઈનથી જમા કરાવવામાં આવશે.

. દિવાળી સુધીમાં સમગ્ર પ્રક્રિયા પુરી કરી દેવામાં આવશે.

 . પાકની થયેલી નુકશાની માટે વળતર મેળવવા ખેડૂતો પહેલી ઓકટોબર સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ઓનલાઇન અરજી કરવા માટેનો ખર્ચ રાજય સરકાર ભોગવશે. ખેડૂતોએ નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે. અરજી મળ્યા પછી મંજુરીની પ્રક્રિયા કરવામાં આવશે. આ પ્રકિયાને અંતે સહાયની રકમ સીધી જ ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવશે.

. બે  હેકટરની મર્યાદામાં હેકટરે રૂ. ૧૦,૦૦૦ની ચુકવણી કરાશે.ઓછી જમીન ધરાવનારને મીનીમમ ૫૦૦૦નું વળતર અપાશે.

.  અમરેલી જિલ્લાના અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લીલીયા, રાજુલા, સાવરકુંડલા, કુંકાવાવ જિલ્લાને તથા જામનગર જિલ્લાના ધ્રોલ, જામજોધપુર, જામનગર, જોડિયા, કાલાવાડ અને લાલપુર તાલુકોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ આપવામાં આવશે. પોરબંદર જિલ્લાના કુતિયાણા, પોરબંદર અને રાણાવાવ તાલુકા તથા રાજકોટ જિલ્લાના ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડા સાંગાણી, લોધિકા, પડધરી, રાજકોટ અને ઉપલેટા તથા વિછીયા તાલુકાના ખેડૂતોને રાહત પેકેજનો લાભ આપવામાં આવશે.

. ગિરસોમનાથ જિલ્લાના ગિરગઢડા, કોડીનાર, સૂત્રાપાડા, તલાળા, ઉના, વેરાવળ તથા મહેસાણા જિલ્લાના બેચરાજી, કડી અને મહેસાણા તાલુકાના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ આપવામાં આવશે.

. બોટાદ જિલ્લાના બરવાળા, બોટાદ, ગઢડા, અને રાણપુરવને તથા સુરેન્દ્રનગર જિલ્લાના ટોચિટાલ, ચૂડા, દશાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મૂળી, સાયલા, થાનગઢ, અને વઢવાણના ખેડૂતોને પણ રાહત પેકેજનો લાભ આપવામાં આવશે.

. ભાવનગર જિલ્લાના ઉમરાળા, ભાવનગર, વલ્લભીપુર, જેસર, મહુવા, શિહોર, તળાજા, ઘોઘા, ગારિયાધાર અને પાલિતાણાના ખેડૂતોને પણ નુકસાનીનું વળતર મળશે.

(12:47 pm IST)
  • સુરતમાં ક્વોરી માલિક દુર્લભ પટેલની આત્મહત્યાના મામલે આરોપી PI લક્ષ્મણ બોડાણાને સસ્પેન્ડ કર્યા બાદ પુરાવાઓ સાથે ચેડા ન થાય તે માટે જૂનાગઢ પોલીસ તાલીમભવનમાં કરાઈ બદલી access_time 10:35 pm IST

  • મુંબઈમાં અત્યારે મોડી રાત્રે પણ ભારે વરસાદ ચાલુ છે. વીજળીની ગાજવીજ અને કડાકા-ભડાકા વચ્ચે જોરદાર વરસાદ પડી રહ્યો છે. આજે અને કાલે ભારે વરસાદની આગાહી છે. access_time 11:51 pm IST

  • સાબરકાંઠા જિલ્લામાં આજે કોરોનાના ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા:-હિંમતનગરમાં ચાર,ઇડરમાં બે,વડાલી અને તલોદમાં એક -એક કોરોના પોઝિટિવ કેસ :-જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૨૩ પોઝિટિવ કેસ નોંધાયા access_time 7:23 pm IST