Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

સાંજે ભરૂચમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ; નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા

લાલબજાર ખાડી વિસ્તારમાં અચાનક આવેલા વરસાદી પાણીના તેજ પ્રવાહે સ્થાનિકોમાં ચિંતા જન્માવી

 

ભરૂચમાં આજે સાંજે અચાનક વાતાવરણમાં પ્લટા બાદ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે  નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ભરૂચના સેવાશ્રમરોડ, પાંચબત્તી, કસક અને લાલબજાર ખાદી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી.

વાવઝોડા અને ગાજવીજ સાથે વરસતા વરસાદમાં વીજળીના ચમકારા સાથે ગડગડાટ સતત સાંભળતા હતા. લાલબજાર ખાડી વિસ્તારમાં અચાનક આવેલા વરસાદી પાણીના તેજ પ્રવાહે સ્થાનિકોમાં ચિંતા જન્માવી હતી. જો કે વરસાદ ધીમો પડતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી.

(12:49 am IST)
  • દેશમાં કોરોના રસી ઉત્પાદન માટે ૩થી ૫ હજાર કરોડોનું રોકાણ જોઇશેઃ ફાર્મા કંપની ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલ : મજબૂત વિતરણ સિસ્ટમ જોઇશેઃ રસી જ કોરોનાનો એકમાત્ર ઉકેલ નથી access_time 4:01 pm IST

  • રાજકોટ : ઝોન 8 માં બેસતા વરિષ્ઠ નોટરી કે. કે. મહેતાનું કોરોના ને લીધે દૂ:ખદ અવસાન થયાનું જાણવા મળે છે. access_time 12:10 am IST

  • અત્યારે મોડી રાત્રે પોણા અગિયાર વાગ્યે સૌરાષ્ટ્રના ઓખા દ્વારકા પોરબંદર જામનગર ના દરિયા કાંઠે જબ્બર વાદળા છવાયા છે સાથોસાથ સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપર પણ વાદળોના ગંજ ખડકાયા છે. ભારે બફારા પછી રાત્રે સુરતમાં જોરદાર વરસાદ પડ્યાનું કુશલ ઠક્કરે જણાવ્યું છે. access_time 11:51 pm IST