Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

એન.સી.પી. ના ગુજરાત એકમના યુવા પ્રદેશ પ્રમુખ ગુલાબસિંહ, પ્રભારી સીતારામ લાંબા સહિતના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા : રાજયભરમાંથી ૧૦ હજાર કાર્યકરો જોડાશે તેવો દાવો કરાયો

અમદાવાદએન.સી.પી. ગુજરાત એકમના યુવા પ્રદેશ પ્રમુખ શ્રી ગુલાબસિંહ તથા પ્રભારી શ્રી સીતારામ સહિતના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. તેઓએ રાજયભરમાંથી ૧૦ હજાર એન.સી.પી. કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે તેવો દાવો કર્યો હતો.

 NCPના યુવા પ્રદેશના પ્રમુખ સહિતના હોદ્દેદારો યુવા કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસની વિચારધારા તથા કોંગ્રેસના નેતૃત્વ પર વિશ્વાસ હોવાથી જોડાયા હોવાનું જણાવ્યું હતું. તેની સાથે રાજ્યભરમાંથી 10 હજાર કાર્યકરો જોડાશે તેવો દાવો કર્યો હતો.

પાલડી સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC) ની રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિહ, ગુજરાતના પ્રભારી સીતારામ લાંબા તથા યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પાર્થિવરાજસિંહની હાજરીમાં એન.સી.પી.ના પ્રમુખ પંકજ પંચાલ, ઉપ પ્રમુખ કુંજન રાઠોડ, મહામંત્રીઓ હરેશભાઇ ખેર તથા રિષભભાઈ તિવારી, જયરાજસિંહ ચાવડા, મંત્રીઓ ધવલસિંહ પટેલ, અમિતસિંહ પરમાર જોડાયા હતા. પંકજ પંચાલે ઓફલાઇન નોંધણીની જાહેરાત કરી હતી.

આ અંગે રાષ્ટ્રીય પ્રવક્તા પાર્થિવરાજસિંહે જણાવ્યું કે, એન.સી.પી.ના કાર્યકરો મોટા પ્રમાણમાં જોડાવના હતા પરંતુ સોશિયલ ડિસ્ટનસિંગના કારણે મોટો કાર્યક્રમ રાખી શકાયો ન હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને એન.સી.પી. પક્ષ ભલે અલગ રહ્યો પણ મહત્તમ ચૂંટણીમાં બન્ને પક્ષ વચ્ચે ગઠન કરીને જ ચૂંટણી લડવામાં આવતી હોય છે. ત્યારે આ યુવા હોદ્દેદારોનું કોંગ્રેસમાં જોડાવાનું કારણ નડતરરૂપ બનશે કે નહીં તે જોવાનું રહેશે.

(12:06 am IST)