Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

અમદાવાદના વાસણાના બે પડોશી વચ્ચે છતના પંખાના મામલે તકરાર : મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો : સામસામી ફરીયાદ કરાઇ

અમદાવાદવાસણા વિસ્તારમાં બે પડોશી વચ્ચે છતના પંખાના મામલે તકરાર થઇ હતી. અંગે વાતાવરણ ઉગ્ર બનતા બન્ને પડોશી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને સામસામે ફરીયાદ કરી હતી.

અંગેની વધુ વિગત જોઇએ તો વાસણાની પી એન્ડ ટી કોલોની પાછળ આવેલા કંકાવટી ફ્લેટમાં રહેતાં મીનાક્ષી કાયસ્થ અને પ્રદિપ જોષી ના પરિવાર વચ્ચે ગત રાત્રે છતમાં લાગેલા પંખાને લઈને મોટી તકરાર થઈ હતી. બંને પરિવાર વચ્ચેની સામાન્ય બાબતે થયેલી તકરારમાં સ્થાનિકોએ પણ સમજાવટના પ્રયાસ હાથ ધર્યા પણ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પંખાને કારણે સામસામે આવી ગયેલા પરિવારે એકબીજાને અપશબ્દો બોલી મારમારવા સુધીની ધમકી આપી દીધી હતી.

પ્રદિપભાઈની દલીલ હતી કે, મીનાક્ષીબહેનના ઘરે ફરતા છતના પંખાને કારણે તેઓના ઘરમાં ધ્રુજારી અને અવાજ આવે છે. સામે પક્ષે દલીલ હતી કે પંખો અમારા ઘરે ફરે છે તો તમને કેવી રીતે તકલીફ કરી શકે? મીનાક્ષીનહેન કાયસ્થે આ અંગે વાસણા પોલીસ સ્ટેશનમાં પ્રદિપભાઈ વિરૂધ્ધ અપશબ્દો બોલી ધાકધમકી આપ્યાની ફરિયાદ તો પ્રદિપ જોષીએ મીનાક્ષીબહેન,તેમના પતિ નિશિત, દિયર ધવલ અને દેરાણી ડીમ્પલ વિરૂધ્ધ ધાકધમકી અને મારમારવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

(12:07 am IST)