Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

માનસિક અસ્વસ્થ યુવતી પર પોલીસના ટીઆરબી જવાન સહિત પ આરોપીઓએ ગેંગ રેપ કર્યો હતો : ગણતરીના કલાકોમાં પાંચેય આરોપીની અટક : આરોપીઓના કોરોના રીપોર્ટ નેગેટટીવ આવતા ધરપકડ કરાઇ

અમદાવાદ: વિરમગામના માનસિક અસ્વસ્થ યુવતી પર પોલીસના ટીઆરબી  જવાન મહેશ ભોપા સહિત 5 આરોપીઓએ ગેંગ રેપ કરેલ. ઘટનાની ફરિયાદ મળતા ગણતરીના કલાકોમાં પોલીસે પાંચે આરોપીઓને અટક કરી કોરોનાની ગાઈડલાઈન મુજબ તમામના રિપોર્ટ કરાવ્યા હતા. જે રિપોર્ટ આજે નેગેટિવ આવતા પોલીસે પાંચે આરોપીની ધરપકડ કરી હતી. અલ્પસંખ્યક અધિકાર મંચ તરફથી આ કેસમાં રાજકીય દબાણ વગર સખ્ત કાર્યવાહી કરવા રજુઆત થઈ હતી.

વિરમગામમાં રહેતી માનસિક અસ્વસ્થ યુવતી ગત તા.15મીની રાત્રે હોસ્પિટલમાં કામ કરતી માતા પાસે પહોંચવાનું કહી નીકળ્યા ગૂમ થઈ ગઈ હતી. તેમને ને શોધવા નીકળેલી તેની માતા અને બહેનએ રાહુલ ભરવાડની રીક્ષામાં પુત્રીને બેઠેલી જોઈ હતી. જો કે, યુવતીની માતા અને બહેનને એક્ટિવા પર જતા જોઈ રાહુલ ભરવાડે રીક્ષા પુરઝડપે ભગાવી અને નીકળી ગયો હતો. મોડી રાત્રે તે ઘરે પહોંચતા પરિવારે રાહુલની રીક્ષામાં જવા અંગે કારણ પૂછ્યું હતું.ત્‍યારે પીડીત યુવતીઅે  રાહુલ ભરવાડ તેણે રીક્ષામાં બેસાડી મુનસર તળાવ પાસે ઇદગાહ નજીક ઝાડીઓમાં લઈ ગયો જયાં બળજબરીથી તેની સાથે દુષ્કર્મ આચર્યું બાદમાં બીજા ચાર લોકોને ફોન કરીને બોલાવ્યા હતા. જે બે મોટરસાયકલ પર આવ્યા હતા. આ ચારે લોકોએ વારાફરતી મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ તમામ લોકોને જોયેથી અને તેમાં ત્રણને હું નામથી ઓળખું છું તેમ ફાતીમાએ જણાવ્યું હતું.

બનાવ અંગે પરિવારે બીજા દિવસે વિરમગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગેંગરેપની ઘટનાને પગલે એક્શન મોડમાં આવી ગયેલી પોલીસે ગણતરીના કલાકોમાં પાંચે આરોપીઓને ઝડપી કોરોના રિપોર્ટ ના આવે ત્યાં સુધી નજર હેઠળ રાખ્યા હતા.

તમામ આરોપીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે મુખ્ય સૂત્રધાર રાહુલ પાંચા ભરવાડ, મફા પાંચા ભરવાડ, દશરથ રાજા ભરવાડ, વના લાખા ભરવાડ અને ટીઆરબી(TRB) જવાન મહેશ ભોપા ભરવાડની ધરપકડ કરી છે.

અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંગ યાદવએ જણાવ્યું હતું કે, ગેંગરેપની ઘટના અંગે અલ્પસંખ્યક અધિકાર મંચના કન્વીનર એડ્વોકેટ શમશાદ પઠાણ તરફથી લેખિત રજુઆત કરાઈ હતી. જેમાં ભોગ બનનારને વળતર આપવા, મહિલા આયોગ દ્વારા તત્કાળ ભોગ બનનારની મુલાકાત લેવા, પરિવારને પોલીસ રક્ષણ આપવા, રાજકીય દબાવ ને પગલે કેસની સુનાવણી જિલ્લા કક્ષાની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવા,વૈજ્ઞાનિક ઢબે કેસની તપાસ અને ઉચ્ચ અધિકારી પાસે કેસની તપાસ કરાવવા માટે માંગ કરી હતી.

(10:02 pm IST)