Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

અમદાવાદ શહેર પોલીસ કમીશનર સંજય શ્રીવાસ્તવએ જાહેરનામું બહાર પાડી જાહેર ગણેશ પંડાલ અને વિસર્જન ઉપર પ્રતિબંધ મુકયો : ઘરે જ ગણેશ સ્થાપવા અને વિર્સજન કરવા જણાવ્યું

અમદાવાદ : કોરોના સંક્રમણ વધતુ રોકવા શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ એ જાહેરનામું બહાર પાડી મેળાવડા તેમજ જાહેર ગણેશ પંડાલ અને વિર્સજન પર પ્રતિબંધ મુકીને જાહેર જનતાને ઘરે જ ગણેશ સ્થાપના અને વિસર્જન કરવા અપીલ કરી છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ રોકવા અને સોશિયલ ડિસ્ટન્સ હેતુ જળવાય તે માટે મેળાવડા, જાહેર ગણેશ પંડાલો, વિસર્જનના કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લોકોની સુરક્ષા માટે લેવાયો હતો. જે અનુસંધાને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ એ જાહેરનામું બહાર પાડી જાહેર જનતાને અમલ કરવા સૂચના આપી હતી.

રાજ્ય સરકારનાં જાહેરનામાંનો અમલ થાય તે માટે પોલીસ કમિશનરના માર્ગદર્શનમાં તમામ સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા તમામ પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ અને શી ટીમની મદદથી જાહેર જનતાને માહિતગાર કરવામાં આવી છે.

ગણેશ મહોત્સવ દરમિયાન પોલીસે ઠેર-ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી મેળાવડા અને ગણેશ પંડાલનું આયોજન ના થાય તેની કાર્યવાહી કરી છે.

(9:58 pm IST)