Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ગરુડેશ્વર તાલુકા ના એક ગામમાંથી સગીર વયની બાળા નું લગ્ન ની લાલચે અપહરણ

બોટાદ જીલ્લા માં રહેતા યુવાને લગ્ન ની લાલચ આપી સગીર વયની બાળકી નું અપહરણ કરતા પિતા એ પોલીસ નું શરણું લીધું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં વારંવાર સગીર બાળકી ઓને પટાવી લગ્ન ની લાલચે અપહરણ ના કિસ્સા વધતા જોવા મળ્યા છે. ત્યારે ગતરોજ પણ ગરુડેશ્વર પો.સ્ટે.માં આવોજ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના એક નાનકડા ગામ માં રહેતી 14 વર્ષ 3 મહિના ની સગીર વય ની બાળા ને જગુભાઈ જયરમભાઈ ભીલ (ઉ.૨૧)રહે ,સારીંગપુર તા.સંખેડા જી.છોટાઉદેપુર,હાલ રહે,સમઢિયાળા,તા.જી બોટાદ ગત તા.૦૪ ઓગસ્ટ ના રોજ સાંજના ના ક્લાક ચારેક વાગે પાનતલાવડી ગામથી કાયદેસરના વાલીપણા માથી ને લગ્ન કરવાના બદ ઈરાદે પટાવી અપહરણ કરી લઈ ગયો હતો. જોકે આ બાબતની જાણ થતાં બાળકી ના પરિવારે બાળા ની ઘણી શોધખોળ કરવા છતાં તેનો ક્યાંયે પત્તો ન મળતા આખરે આ સગીર દીકરી ના પિતા એ ગતરોજ ગરુડેશ્વર પો.સ્ટે.માં અપહરણ કરનાર જગુ ભીલ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર ડિ.બી શુક્લ, કેવડીયા વિભાગ કરી રહ્યા છે.

(8:08 pm IST)