Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણીમાં સભ્યોનો આક્ષેપ અને પડકારનો મારો

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણીમાં પત્ર યુદ્ધ : જયસ્વાલે પરિણામના ડર વગર ચૂંટણી લડવા કહ્યું તો લાખાણીએ તેઓ કોઈનો હાથો બન્યાનો આક્ષેપ કર્યો

અમદાવાદ, તા. ૨૨ : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રગતિ ના ઉમેદવાર મદનલાલ જયસ્વાલે હરીફ ઉમેદવાર ભાવેશ લાખાણી, અશોક પટેલ અને જયેન્દ્ર તન્નાને ઉલ્લેખીને એક પત્ર લખ્યો છે જેમાં જો તમે ચૂંટણી લડવા નીકળ્યા હોય તો પરિણામના ડર વગર ચૂંટણી લડો ખોટા આક્ષેપો અને વિવાદો  કરવાનું ટાળવા માટે પણ સૂચન કર્યા છે. જેના જવાબમાં ભાવેશ લાખાણીએ મદનલાલ જયસ્વાલ ને કોઈનો હાથ બન્યા વગર તેમણે પોતે ચેમ્બર માટે શું કામ કર્યા છે તેની માહિતી ચેમ્બરના સભ્યોને આપવા માટેના સૂચન કર્યા છે. બંને ઉમેદવારો ના પત્રો ચેમ્બરના લગભગ તમામ સભ્યો સુધી પહોંચી જતા સભ્યોમાં ચર્ચાનો વિષય બન્યા છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનુ સંચાલન પોતાના હસ્તક કરવા માટે તમામ ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે જ ચૂંટણી અધિકારીએ તાજેતરમાં જ તમામ સભ્યો સાથે એક મિટિંગ કરી હતી. જેમાં કેટલાક ઉમેદવારો વચ્ચે ઉગ્ર ચર્ચા પણ થઇ હતી. ત્યારબાદ પ્રગતિ પેનલના ઉમેદવારો મદનલાલ જયસ્વાલે હરીફ ઉમેદવારો અશોકભાઈ ભાવેશભાઈ તથા જયેન્દ્ર તન્નાને ઉલ્લેખી ને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે સૂચન કર્યા હતા કે તમે જો ચૂંટણી લડવા નીકળ્યા હોય તો ડર્યા વગર ચૂંટણી લડો. સાથે સાથે ભૂતકાળમાં આ ઉમેદવારો દ્વારા અસરકારક કામગીરી નહીં થઈ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જયસ્વાલે હરીફ ઉમેદવારો ને ખોટા આક્ષેપો અને વિવાદો ઊભા નહીં કરવા માટેનું પણ સૂચન કર્યું હતું. મદનલાલ જયસ્વાલના પત્રનો જવાબ આપતા ભાવેશ લાખાણી એ પણ એક સામો પત્ર લખ્યો છે જેમાં તેમણે મદનલાલ જૈનને સૂચન કર્યું છે કે તેઓ ચોક્કસ તત્વો નો ભાથો બનવાના બદલે પોતાની રીતે ચૂંટણી લડે તે જરૂરી છે.. સાથે સાથે મદનલાલ જ ઈશ્વર ચેમ્બરની જે જે કમિટીમાં રહ્યા છે તે કમિટીમાં તેમણે ચેમ્બર માટે શું કામ કર્યા છે કે ચેમ્બરની કામગીરીમાં કઈ રીતે મદદરૂપ થયા છે તેની વિગતો સભ્યોને આપે તે જરૂરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે સાથે ભાવેશ લાખાણીએ છેલ્લા પાંચ વર્ષમાં જે કામગીરી કરી છે તેની વિગતો છેલ્લા પાંચ વર્ષના ચેમ્બરના પ્રમુખ પાસેથી મદનલાલ જયસ્વાલ મેળવી લે તો તેઓ પણ પડકાર ફેંકવામાં આવ્યો છે. મગનલાલ જયસ્વાલ અને ભાવેશ લાખાણીએના પત્રો હાલ ચેમ્બરના સભ્યોમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે.

(7:22 pm IST)