Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

દેડીયાપાડા તાલુકા માં મેઘમહેર યથાવત રહેતા મોહન નદી માં બળદ તણાતાં મોત: એક ભેંસ નો આબાદ બચાવ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે ત્યારે જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ગારદા અને નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામની સીમમાં થી મોહન નદી વહે છે, અને છેલ્લા ઘણા દિવસથી મેઘરાજાની બેટિંગ ચાલુ છે ત્યારે આ મોહન નદી પર નો ચેકડેમ છલકાઈ ગયો છે. અને આજ રોજ ઉપર ના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદ વરસતા મોહન નદી માં એક બળદ તણાઈ આવ્યો હતો. અને આ પાણી માં ડૂબી જવાના કારણે બળદનું મોત નિપજ્યું હતું.આ બળદ નો મૃતદેહ ગારદા અને મોટા જાંબુડા ના ચેક ડેમ પર આવી ને અટકી ગયો હતો. આ ચેક ડેમ થી નીચે ના ભાગે પણ એક પુલ આવેલો છે ત્યાં પણ એક ભેંસ પુલ પર થી પડતાં તેને પણ સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવાઈ હતી.

(6:45 pm IST)