Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની પડતી અનેક મુશ્કેલી બાબતે વધું એક ફરિયાદ

હાલમાજ સરપંચ પરિસદ ના પ્રમુખ નિરંજનભાઈ વસાવા એ કેટલીક અપૂરતી સુવિધાઓ બાબતે મુખ્ય મંત્રીને રજુઆત કરી હતી..ત્યારબાદ અન્ય એક સરકારી કર્મચારી એ સિવિલ નો દાંત વિભાગ શોભના ગાંઠિયા સમાન જણાવી ઉચ્ચ કક્ષા એ રજુઆત કરતા જિલ્લાની વડી હોસ્પિટલ ના વહીવટી પર અનેક સવાલ ઉઠ્યા છે.

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલ હાલ ઘણા દિવસો થી ચર્ચા માં રહી છે જેમાં સરપંચ પરિસદ નર્મદા ના પ્રમુખ નિરંજન વસાવા એ આ હોસ્પિટલમાં દર્દીઓ ને પડતી અનેક તકલીફો માટે છેક મુખ્યમંત્રી સુધી રજુઆત કરી છે જેની સાહિ હજી સુકાઈ નથી ત્યાંજ રાજપીપળા ના એક સરકારી કર્મચારીને પણ આ હોસ્પિટલમાં જરૂરી સારવાર ના ફક્ત પાટિયા જ માર્યા હોવાનો કડવો અનુભવ થતા તેમણે પણ ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી છે.

રાજપીપળા ના પ્રણવભાઈ મકવાણા એ કરેલી રજુઆત મુજબ રાજપીપળા સિવિલ ના દાંત વિભાગ માં બે સર્જન ડોક્ટરો છે ત્યાં દાંત માટે ની બધી કામગીરી ના બોર્ડ પણ લાગ્યા છે છતાં ફક્ત દાઢ પાડવા સિવાય ની કોઈ જ કામગીરી ત્યાં કરાતી નથી અને દાઢ પણ દર બુધવારે જ પાડી આપવામાં આવે છે તેવા જવાબ મળતા ફક્ત પાટિયા મારી કોઈજ કામગીરી ન કરતા આ અનગઢ વહીવટ બાબતે તેમણે આરોગાય ના અગ્ર સચિવ સહિત સ્થાનિક અધિકારીઓ ને લેખિત રજુઆત કરી જિલ્લા ની આ વડી હોસ્પિટલ માં આવતા દૂર દૂર ના ગામના દર્દીઓ ને જરૂરી સારવાર મળે તેવી માંગ કરી છે.ત્યારે એક બાદ એક ઉચ્ચ કક્ષા એ રજુઆત બાદ હવે સરકાર કે સ્થાનિક અધિકારીઓ આ માટે શું કરે છે એ જોવું રહ્યું.

(6:44 pm IST)