Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

સુરતના કતારગામમાં સોસાયટીના બંગલામાં પોલીસે છાપો મારી જુગાર રમતા રત્નકલાકાર ઉપરાંત એક મહિલા સહીત 6 અન્ય સખીઓને રંગે હાથે ઝડપી પાડ્યા

સુરત: શહેર ના કતારગામ હરિહર સોસાયટીના એક બંગલામાં કતારગામ પોલીસે છાપો મારી જુગાર રમતા રત્નકલાકાર, તેની પત્ની અને એક મહિલા સહિત છ ને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ અને પાંચ મોબાઈલ ફોન મળી કુલ રૂ.50 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે કતારગામ પોલીસે ગત બપોરે હરિહર સોસાયટી બંગલા નં.2 માં રહેતા રત્નકલાકાર ઘનશ્યામભાઇ ઠાકરદાસ દેવમુરારીને ત્યાં છાપો માર્યો હતો. પોલીસે બંગલામાં પહેલા માળે એક રૂમમાંથી ઘનશ્યામભાઈ ઉપરાંત તેમના પત્ની ભાવનાબેન, મનસુખ બચુ ઉકાઈ (રહે, ગુહમ, કરમલા ગામ, ઓલપાડ), વિપુલ મુકેશ પરમાર (રહે, દિપકલા એપાર્ટમેન્ટ, હરિહરી 2, કતારગામ), નીકુલ ગૌતમદાસ અગ્રવાત (રહે, દિપકલા ઍપાર્ટમેન્ટ હરિહરિ 2, કતારગામ) અને વર્ષાબેન પિયુષ ઠક્કર (રહે, સરમગ ઍપાર્ટમેન્ટ, અશ્વનીકુમાર રોડ, વરાછા) ને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.37 હજાર અને પાંચ મોબાઈલ ફોન મળી કુલ રૂ.50 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(5:18 pm IST)