Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

તલોદ તાલુકામાં રાત્રીના સમયે પડેલ ભારે વરસાદના કારણોસર લૂણી નદીમાં ડૂબી રહેલ યુવાન શિક્ષકને તરવૈયાઓએ બચાવી લેતા લોકોમાં હાશકારો

તલોદ:તાલુકાના સલાટપુર ગામની લુણી નદીમાં આજે સવારે ૫.૪૫ કલાકના સુમારે ઘટેલી આ રૃંવાડા ઉભા કરી દે તેવી ઘટનાની વિગત એવી છે કે બાયડ તાલુકાના ભૂંડાસણ ગામના રહીશ પટેલ શૈલેષકુમાર ડાહ્યાભાઈ (ઉ.વ. આ.-૨૮) સાબરકાંઠાના પોશીના પંથકની દોતડબર્ગ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે જેથી તેઓ ભૂંડાસણ ગામેે ઘેરથી આજે વહેલી સવારે તેમનું બાઇક લઈને પોશીના કામના સ્થળે જવા નીકળ્યા હતા બાઇક ઇડર ખાતે મૂકીને ત્યાંથી અન્ય સ્ટાફ મિત્રો સાથે કારમાં પોશીના જવાના હતા શૈલેષ પટેલનું બાઇક સલાટપુર થઈને ત્યાંની લુણી નદીના કોઝવે ઉપરથી દોડી રહ્યું હતું ત્યારે વરસાદી માહોલને કારણે અંધકારભર્યું વાતાવરણ હતું કોઝવે ઉપર આજે એક માથોડું પાણી વહી રહ્યું હતું બાઇક ચાલક શૈલેષભાઈને અંધારાને કારણે વધુ પાણી માર્ગ ઉર આવી ગયાનો ખ્યાલ આવ્યો નહોતો. દરમ્યાન બાઇક બંધ થઈ ગયું જેને થોભાવવા જતાં તો તે નદીના પટમાં ધરબાઈ જઈ પડયું બાદ પળવારમાં જ શૈલેષભાઈ પોતે પણ અતિ ભારે જળપ્રવાહનો ભોગ બનતા નદીમાં તણાવા લાગ્યા હતા પરંતુ કુદરતે તેમને અહીં ભારે મદદ કરી હતી. નદીના પટમાં ઉગેલી નકામી વનસ્પતિ આજે તેમના માટે જાણે કે તારણહાર પુરવાર થઈ હતી. નદીના પેટાળમાં આવેલ વનસ્પતિનો વેલો હાથમાં આવી જતા તેઓ તેને પકડીને ઉભા રહી ગયા હતા. ગળાડૂબ પાણી, અંધકારનો સમય, નિર્જન અને સુમસામ સુમાડો અને ધસમસતા પાણીના ભયાવહ અવાજો વચ્ચે વનસ્પતિના વેલાને પકડીને તેના આધારે તેઓએ ભારે હિંમત દાખવી હતી અને બચાવ માટે કાગારોળ મચાવી હતી.

(5:17 pm IST)