Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

કલોલમાં વ્હોટ્સએપના માધ્યમથી જુગાર રમાડનાર સાખને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો

કલોલ: શહેરમાં આવેલા દવે એપાર્ટમેન્ટમાં રહેતો જુગારી મોબાઇલમાં વોટ્સએપના માધ્યમથી ગ્રાહકો પાસેથી વરલી મટકાના આંકડા મંગાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતાં એલસીબીએ જુગારીને તેના ઘરેથી ઝડપી લીધો હતો. ત્યારે કલોલ શહેર પોલીસે પણ ચાર જુગારીને પકડી પાડી કાર્યવાહી કરી હતી.

ગાંધીનગર એલસીબીનો સ્ટાફ કલોલ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે વખતે બાતમી મળી હતી કે કલોલના અંબિકાનગર હાઇવે પાસે આવેલા દવે એપાર્ટમેન્ટના બી/૯માં રહેતો રાજેન્દ્ર જીતેન્દ્રભાઇ બારોટ પોતાના ઘરે મોબાઇલ ફોનમાં વોટસએપના માધ્યમથી ગ્રાહકોનો સંપર્ક કરી ઓનલાઇન વરલી મટકાના આંકડા લે છે. જેથી પોલીસે રાજેન્દ્રના ઘરે દરોડો કર્યો હતો. જુગારીના ઘરેથી મળી આવેલા બે મોબાઇલ ફોનમાં વરલીના જુગારના આંકડા ગ્રાહકોએ લખેલા મળી આવ્યા હતાં. તેમજ કાગળમાં પણ વરલીના આંકડા લખેલું સાહિત્ય મળી આવ્યું હતું. જેથી પોલીસે રાજેન્દ્ર બારોટ પાસેથી આંકડા લખેલું સાહિત્ય તેમજ રૂપિયા ૧૫૦૦ની રોકડ અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૨૫,૫૦૦નો મુદ્દામાલ કબ્જે લઇ જુગારીની ધરપકડ કરી હતી. ત્યારે કલોલ શહેર પોલીસે પણ બાતમીને આધારે ગુલિસ્તા પાર્કની પાછળ ચાર માળિયા ફલેટ નજીક સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા મહંમદ હુસેન ઇસ્માઇલભાઇ ચૌહાણ રહે.કુરેશીવાસ કસ્બા કલોલ, આશિક હુસેન જહુરભાઇ મલેક રહે.રહીમપુરા, મહંમદ આરીફ હૈદર અલી સૈયદ રહે.ઉસ્તાદપુરા કલોલ, ખલીલ અહેમદ મહંમદભાઇ હુસેન મલેક રહે.રહીમપુરાને રંગેહાથે ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા ૧૦,૭૧૦ની રોકડ રકમ કબ્જે લઇ જુગારીઓની સામે કાર્યવાહી કરી હતી.

(5:14 pm IST)