Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

સુરતના પાંડેસરામાં લુમ્સના કારખાનાની ઓફિસમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:કારખાનેદાર સહીત 7 શકુનિઓની ધરપકડ

સુરત: શહેરના પાંડેસરા બમરોલી આશાપુરી ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા લુમ્સના કારખાનાની ઓફિસમાં જુગાર રમતા 5 કારખાનેદાર સહિત 7 ને પાંડેસરા પોલીસે ઝડપી પાડી રોકડા રૂ.65,500 કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે, પીએસઆઇ એન.જે.પંચાલ અને ટીમે ગતસાંજે પાંડેસરા બમરોલી આશાપુરી ઈન્ડસ્ટ્રીઝ ખાતા નં.100 ના પહેલા માળે ઓફીસમાં છાપો મારી ત્યાં જુગાર રમતા કારખાનેદાર પંકજભાઇ બાબુભાઇ પટેલ ( ઉ.વ.42,રહે.પ્લોટ નં 123, શ્યામવીલા સોસાયટી,ડીડોલી,સુરત ), રાજેશ કાનજીદાસ પટેલ ( ઉ.વ.48,રહે.પ્લોટ નં 27,સ્વસ્તીક રેડીડેન્સી, મધુરમ સર્કલ પાસે, ડીડોલી, સુરત શહેર ), નીતીન રમેશભાઇ પટેલ ( ઉ.વ.37, રહે. પ્લોટ નં.303, મંગલમ પાર્ક, ડીડોલી, સુરત , જીતેન્દ્રભાઇ કાન્તીભાઇ પટેલ ( ઉ.વ 42, રહે, સી/401,ગજાનંદ સંકુલ, વડોદગામ, પાંડેસરા, સુરત ), સુનીલકુમાર માણેકલાલ પટેલ ( ઉ.વ.42,રહે.પ્લોટ નં.ડી/202,શીવાલીક એપાર્ટ મેન્ટ,અલથાણ, સુરત) અને તેમના મિત્રો વીનોદભાઇ જ્યોતીભાઇ પટેલ ( ઉ.વ.42, રહે. ડી/303,ગજાનંદ સંકુલ, વડોદગામ, પાંડેસરા,સુરત ), આશીફ અબ્દુલ ગફાર મેમણ ( ઉ.વ.35, રહે.પ્લોટ નં.01, બડેખાં ચકલા,ઢીગલી ફળીયુ, ચોક્બજાર, સુરત ) ને ઝડપી લીધા હતા.પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.65,500 કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:12 pm IST)