Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

સુરતના વરાછા વિસ્તારમાં બે સંતાનના પિતાએ યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતા નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી બે સંતાનના પિતા એવા પ્રેમીએ અવારનવાર શરીર સંબંધ બાંધી તે પળોના ફોટા પાડયા હતા તેમજ વિડીયો પણ ઉતાર્યો હતો. બાદમાં તેના બે મિત્રોએ એક ફાર્મ હાઉસમાં લઇ જઈ છેડતી કરી યુવતીને ફોટા-વિડીયો વાયરલ કરવાની તેમજ તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. લગ્નની લાલચ આપી ભગાડી ગયા બાદ પરિણીત પ્રેમીએ તરછોડી દેતા છેવટે યુવતીએ પોણા ત્રણ માસ અગાઉ પ્રેમી અને તેના બે મિત્રો વિરૂદ્ધ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે બે મિત્રો પૈકી એક આગોતરા જામીન સાથે હાજર થતા તેની ધરપકડ કરી જામીન મુક્ત કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા વિસ્તારમાં રહેતી અને સાડી ઉપર લેસપટ્ટી લગાવવાનું કામ કરતી 26 વર્ષીય યુવતીને તેને કામ માટે સાડી આપવા આવતા અને બે સંતાનના પિતા સાગર વેલજીભાઇ ગજેરા ( રહે.અમૃતકુંજ એપાર્ટમેન્ટ, ખોલવડ ગામ, તા.કામરેજ, જી.સુરત ) સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. સાગરે યુવતીને લગ્નની લાલચ આપી જુદા-જુદા સ્થળે લઇ જઈ અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં તે અંગત પળોના તેણે ફોટા પાડયા હતા અને વિડીયો પણ ઉતાર્યો હતો. સાગર યુવતીને લગ્ન માટે ભગાડી પણ ગયો હતો. જોકે, બાદમાં તેણે યુવતીને તરછોડી દીધી હતી. ત્યાર બાદ સાગરના બે મિત્રો જસ્મીન બોડા ( રહે.રીધ્ધી ઓટો, સાગર સોસાયટીના નાકે, કાપોદ્રા સુરત ) અને રમેશ ઘોઘારી (કુંભાર) ( રહે.પુણાગામ, સુરત ) એ પણ યુવતીને કામરેજના એક ફાર્મ હાઉસમાં લઇ જઈ સાગરે તારા ફોટા-વિડીયો અમને બતાવ્યા છે તે વાયરલ કરી દઈશું તેવી ધમકી આપી શારીરિક અડપલાં કરી છેડતી કરી હતી તેમજ તેના ભાઈને મારી નાખવાની પણ ધમકી આપી. બંનેએ આ વાત કોઈને પણ ન કહેવાની પણ ધમકી આપી હતી.

(5:11 pm IST)