Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

વડોદરામાં લોકો સાથે ઓનલાઇન છેતરપિંડી આચરનાર વધુ એક ટોળકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા: માય ઇન્ફીનિટી ઓનલાઇન સર્વિસીસના નામે છેતરપિંડી કરતા ઠગ વિકાસ દૂબેની જાળમાં ફસાયેલા વધુ એક યુવકે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

ઠગ વિકાસ દૂબે દ્વારા માય ઇન્ફીનિટી ઓનલાઇન સર્વિસીસના નામે વેબસાઇટ  શરૃ કરવામાં આવી હતી. અને ઓનલાઇન જાહેરાતના વિડીઓ જુઓ તો એક વિડીઓ દીઠ ચાર રૃપિયા મળે તેવી લોભામણી ઓફર મૂકવામાં આવી હતી. તેની જાળમાં ફસાઇને સાવલીમાં રહેતા સૌમીનકુમાર રજનીકાંત પટેલઅને તેના મિત્ર મયંક જગદીશભાઇ પટેલે ૨,૪૫,૪૫૦ રૃપિયા ગુમાવ્યા હતા. જે અંગે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે. 

તાજેતરમાં જ પાદરામાં વિકાસ દૂબે અને તેના સાગરિતો પવન દૂબે, મુકેશ દિવાડે વિરૃધ્ધ પણ આ રીતે ચાર લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. 

(5:10 pm IST)